Rakesh Yadav Funeral: 60 ફૂટ ઊંડા ખાંડામાં ફસાયેલા રાકેશનું 10 મહિના પછી થયું અંતિમ સંસ્કાર, શા માટે થયો વિલંબ?
Rakesh Yadav Funeral: પાલઘરના નવઘર વિસ્તારમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટના એક પરિવાર માટે ક્યારેય ન ભૂલાય તેવી છે. 35 વર્ષીય રાકેશ યાદવનું 29 મે 2024 ના રોજ એક દુર્ઘટનામાં મરણ થયું, પરંતુ 10 મહિના સુધી તેમના અંતિમ સંસ્કાર ન થઈ શક્યા. કારણ કે, તેમનો મૃતદેહ ક્યારેય મળ્યો જ નહીં. પરિવાર પાસે કોઈ વિકલ્પ ન રહેતા, પંડિતની સલાહ પ્રમાણે લોટની મૂર્તિ બનાવી અને ધાર્મિક વિધિઓ મુજબ તેમની અંતિમવિધિ કરાઈ. પરંતુ આજે પણ પરિવાર તેમનાં મૃતદેહ અને મૃત્યુ પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યો છે.
શું હતી દુર્ઘટના?
29 મે 2024 ના રોજ, રાકેશ યાદવ ખાણકામ માટે 60 ફૂટ ઊંડા ખાડામાં ગયા હતા, ત્યારે અચાનક કોંક્રિટની દિવાલ તેમના પર પડી ગઈ. તેઓ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની સૂર્યા રિજનલ વોટર સપ્લાય સ્કીમમાં કામ કરતા હતા. ઘટનાના તરત બાદ રાહત અને બચાવ ટીમો મોકલાઈ, પરંતુ ચાર મહિના પછી શોધખોળ બંધ કરવામાં આવી.
10 મહિના પછી કેમ કરાયો અંતિમ સંસ્કાર?
અધિકારીઓએ રાકેશને મૃત જાહેર ન કર્યો હોવાને કારણે પરિવાર આજ સુધી નિર્ધારિત દસ્તાવેજોની રાહ જોઈ રહ્યો છે. અંતે, પંડિતની સલાહ પ્રમાણે લોટની પ્રતિમા બનાવી, તેના પર રાકેશનો ફોટો મૂકીને સંપૂર્ણ વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરાયો.