Brian Johnson Dont Die Movement: બ્રાયન જોહ્ન્સન ની માનવતાને બચાવવા માટે નવો ‘ધર્મ’ શરૂ કરવાની જાહેરાત
Brian Johnson Dont Die Movement: ક્યારેય મરી ન જવાનું શું શક્ય છે? આ પ્રશ્નનો જવાબ બ્રાયન જોહ્ન્સન, અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને વૃદ્ધત્વ વિરોધી નિષ્ણાત, સાથે જોડાયેલ છે. તેમણે “ડોન્ટ ડાઇ” નામનો નવો “ધર્મ” શરૂ કરવાની જાહેરાત કરી છે, જે ફક્ત દીર્ધાયુષ્ય માટે નહિ, પરંતુ સમગ્ર માનવતાને બચાવવાનું વચન આપે છે. તેમનો વિશ્વાસ છે કે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગથી માનવીઓ મોતને હરાવી શકે છે.
જોહ્ન્સન માને છે કે દુનિયા ચાર મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહી છે. AI ના ઉપયોગથી સુપરઇન્ટેલિજન્સ બનાવવું, અને AI ના આગમનથી માનવજાતનું ભવિષ્ય સુરક્ષિત રહેશે કે નહીં તે અજ્ઞાત છે. તેમનું માનવું છે કે “ડોન્ટ ડાઇ” એ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે અને માનવજાતને AI સાથે અનુકૂળ બનાવી શકે છે.
Dear humanity,
I am building a religion.
Wait a second, I know what you’re going to say. Hold that knee-jerk reaction and let me explain.
First, here’s what’s going to happen:
+ Don’t Die becomes history’s fastest-growing ideology.
+ It saves the human race.
+ And ushers in… pic.twitter.com/MJcrU9uXNf— Bryan Johnson (@bryan_johnson) March 7, 2025
જોહ્ન્સન પોતાના જીવનમાં પણ આ વિચારને અપનાવ્યા છે. તે દરરોજ યોગ્ય ખોરાક, કસરત અને સમયસર સૂવાનું અનુસરે છે, જે તેમને પોતાની વૃદ્ધત્વ પ્રક્રિયા ધીમે કરવાના દાવા સાથે જીવવા માટે મદદ કરે છે.
આ વિચારને આગળ વધારવા માટે તેમણે એક એપ લોન્ચ કરી છે, જ્યાં લોકો તેમના સ્વાસ્થ્ય અને જીવનશૈલીને મોનિટર કરી શકે છે.