Sleep for 10 Days and Earn Lakhs: આળસુઓ માટે સુવર્ણ તક! 10 દિવસ સૂઈને મેળવો લાખો રૂપિયા
Sleep for 10 Days and Earn Lakhs: આળસુ લોકો માટે આ એક મહાન તક બની શકે છે! શું તમે ક્યારેક વિચાર્યું છે કે ફક્ત સૂઈને પૈસા કમાઈ શકાય? એ પણ થોડા નથી, પરંતુ લાખો રૂપિયા! યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) એક અનોખો અભ્યાસ કરી રહી છે, જેમાં ભાગ લેનારાઓને 10 દિવસ સુધી ખાસ પ્રકારના પાણીના પટ પર સુઈ રહેવું પડશે. અને બદલામાં તેમને સાડા ચાર લાખ રૂપિયા જેટલી રકમ મળશે!
વિશેષ પ્રયોગ: ઉડતા અવકાશયાત્રીઓ જેવો અનુભવ
ટુલૂઝ યુનિવર્સિટી હોસ્પિટલના મેન્ડેસ સ્પેસ ક્લિનિકમાં ‘વિવાલ્ડી III’ નામનો આ પ્રયોગ હાથ ધરવામાં આવશે. આ અભ્યાસનો હેતુ અવકાશમાં વજનહીનતાના પ્રભાવોને સમજી અવકાશયાત્રીઓને વધુ સારું તબીબી સહાય પૂરી પાડવાનો છે. 10 સહભાગીઓને એક ખાસ પ્રકારના બાથટબ જેવા કન્ટેનરમાં સુવડાવવામાં આવશે, જ્યાં તેમનું શરીર પાણીમાં ડૂબેલું રહેશે, પણ તેઓ પલળશે નહીં.
ખાસ નિયમો અને અનુભવ
- સહભાગીનું માથું અને હાથ પાણીની ઉપર રહેશે.
- ખાવા-પીવા માટે તરતા બોર્ડ અને ગળાના ગાદલાનો ઉપયોગ કરવો પડશે.
- જરૂર પડ્યે, તેઓને ખાસ પદ્ધતિથી બાથરૂમ બ્રેક આપવામાં આવશે.
આ પ્રયોગ 21 દિવસ ચાલશે, જેમાં 10 દિવસની મુખ્ય તબક્કા પછી, આરોગ્ય ચકાસણી માટે 6 દિવસ વધુ રાખવામાં આવશે. જો તમે આ ખાસ અનુભવ કરવા ઈચ્છતા હો, તો આ તમારું સપનું સાકાર કરી શકે!