ગુજરાત સરકાર દ્વારા રાજયમા સમાન સિવિલ કોડ(UCC)લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે. સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતના નાગરિકોને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. તેમજ સૂચનો-મંતવ્યો મોકલવાની આખરી તારીખ 24 માર્ચ 2025થી વધારીને જે હવે 15 એપ્રિલ 2025 સુધી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.
આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.15/04/2025ના રોજ અથવા તે પહેલાં તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો વેબપોર્ટલ https://uccgujarat.in/ પર અથવા ઈ-મેઈલ [email protected] મારફત અથવા બ્લોક નં.1, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-10-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત રજૂ કરવા અપીલ કરી છે.