59-Year-Old Indian Woman Climbs Everest Solo: ૫૯ વર્ષીય ભારતીય મહિલાની અદભૂત સિદ્ધિ, યુટ્યુબ પરથી શીખી અને એકલા એવરેસ્ટ સર કર્યો, હવે લક્ષ્ય ચીનની દિવાલ
59-Year-Old Indian Woman Climbs Everest Solo: કેરળના 59 વર્ષીય વાસંતી ચેરુવેટીલે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી એકલાં ચઢાણ કરીને ઈતિહાસ રચ્યો છે. ખાસ વાત એ છે કે તેમણે કોઈ વ્યાવસાયિક તાલીમ લીધા વિના માત્ર યૂટ્યુબ વિડિઓઝ પરથી શીખીને આ સાહસ પૂર્ણ કર્યું.
15 ફેબ્રુઆરીએ નેપાળના સુરકેથી તેમની સફર શરૂ થઈ અને 23 ફેબ્રુઆરીએ તેઓ સાઉથ બેઝ કેમ્પ સુધી પહોંચ્યાં. આ મિશન માટે તેમણે ચાર મહિના સુધી યૂટ્યુબ પરથી તાલીમ લીધી અને દરરોજ 5-6 કલાક ચાલીને પ્રેક્ટિસ કરી.
View this post on Instagram
સફરમાં અનેક પડકારો પણ આવ્યા. ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ રદ થઈ, એક જર્મન દંપતીની મદદથી તેઓ સુરકે પહોંચ્યા. ચડાણ દરમિયાન સાંકડા રસ્તાઓ અને ઊંડી ખીણોનો સામનો કરવો પડ્યો, પણ ધીમી ગતિએ આગળ વધતા તેમણે અંતે લક્ષ્ય હાંસલ કર્યું.
વાસંતી ચેરુવેટીલે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પરંપરાગત સાડી પહેરી ત્રિરંગો લહેરાવી આનંદ વ્યક્ત કર્યો. પોતાનું ટેલરિંગ કામ કરીને સફરનો ખર્ચ ઉઠાવનારી વાસંતી હવે ચીનની મહાન દિવાલની મુલાકાત લેવા આતુર છે.