Youngest Taekwondo Instructor Ever: 7 વર્ષની બાળકી બની વિશ્વની સૌથી નાની તાઈકવૉન્ડો પ્રશિક્ષક, ઈતિહાસ રચ્યો!
Youngest Taekwondo Instructor Ever: મદુરાઈની 7 વર્ષની સંયુક્તા નારાયણનએ પોતાની અસાધારણ તાઈકવૉન્ડો કુશળતાથી ભારત અને સમગ્ર દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. તે “સૌથી નાની તાઈકવૉન્ડો પ્રશિક્ષક” તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી, “7 વર્ષ અને 270 દિવસની ઉંમરે સંયુક્તાએ તાઈકવૉન્ડો પ્રશિક્ષક તરીકે ઇતિહાસ રચ્યો છે! મદુરાઈની આ બાળકી અન્ય બાળકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે.”
સાંસારમાં સંયુક્તાની સિદ્ધિએ લોકોમાં ઉત્સાહ અને ચર્ચા જગાવી છે. કેટલાંક લોકોએ તેની મહેનત અને પ્રતિભાની પ્રશંસા કરી, તો કેટલાકે આટલી નાની ઉંમરે તાઈકવૉન્ડો શીખવવાની અસર અંગે ચિંતાઓ વ્યક્ત કરી.
View this post on Instagram
એક યુઝરે લખ્યું, “સંયુક્તા, તારી મહેનત અને દૃઢ નિશ્ચય ખરેખર પ્રેરણાદાયી છે!” બીજાએ ઉમેર્યું, “આ બતાવે છે કે નાના બાળકો પણ મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.”
સંયુક્તાની આ સિદ્ધિ દ્વારા સાબિત થયું કે ઉંમર માત્ર એક નંબર છે, જો આત્મવિશ્વાસ અને મહેનત હોય, તો કંઈપણ શક્ય છે!