Man with 39 Wives: ૩૯ લગ્ન અને ૯૪ સંતાનો, વિશ્વનો સૌથી મોટો પરિવાર ધરાવતા ભારતીય પુરુષની અનોખી કહાની!
Man with 39 Wives: મિઝોરમના ઝિઓના ચાનની અનોખી જિંદગી વિશ્વમાં ચર્ચાનું વિષય બની હતી. તેમણે 39 પત્નીઓ સાથે લગ્ન કર્યા અને 94 બાળકો તથા 36 પૌત્ર-પૌત્રીઓ સાથે એક વિશાળ કુટુંબ રચ્યું. આ બધું સંભાળવા માટે તેમણે 100 રૂમ ધરાવતું એક વિશાળ મકાન બનાવ્યું, જેનું નામ “ચુઆર થાન રન” હતું, જેનો અર્થ છે – નવા યુગનું ઘર.
આ આશ્ચર્યજનક વાત હતી કે તેમની તમામ પત્નીઓ એકસાથે પ્રેમપૂર્વક રહેતી. સામાન્ય રીતે, જ્યાં બે પત્નીઓ વચ્ચે વિવાદ થાય, ત્યાં ઝિઓનાની 39 પત્નીઓ અને બધાં બાળકો એકતા સાથે જીવી રહ્યા હતા. 2021માં ઝિઓનાના અવસાન પછી પણ, તેમનો પરિવાર એકસાથે રહે છે.
આ અનોખું કુટુંબ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતું. લોકો અહીં આવ્યા ત્યારે તેઓ સહ-પત્નીઓ અને બાળકો વચ્ચેનો અનોખો પ્રેમ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા.