Why people propose on one knee: પ્રેમનો ઈઝહાર કરતી વખતે એક ઘૂંટણ પર બેસવાનું રહસ્ય!
Why people propose on one knee: વેલેન્ટાઇન વીકમાં પ્રેમીઓ માટે ખાસ પ્રપોઝ ડે આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો એક ઘૂંટણ પર બેસીને પ્રેમ વ્યક્ત કેમ કરે છે?
આદર અને પ્રેમનું પ્રતીક
પ્રાચીન સમયમાં, રાજાઓ, રાણીઓ અને દેવતા માટે ઘૂંટણિયે પડવું આદરનું પ્રતીક માનવામાં આવતું. પર્શિયન સામ્રાજ્યમાં, લોકો ઊંચા હોદ્દાવાળાને સન્માન આપવા માટે એક ઘૂંટણ પર બેસતા. એલેક્ઝાંડરે પણ આ પ્રથાને અપનાવી.
નાઈટ્સ અને રોમેન્ટિક પ્રપોઝલ
૧૧મી સદીમાં, નાઈટ્સ (શૂરવીરો) પોતાની રાણી કે પ્રેમિકાને પ્રપોઝ કરતી વખતે એક ઘૂંટણિયે બેસી સ્નેહ અને રક્ષણનું વચન આપતા. આ પદ્ધતિ પ્રતીક રૂપે સ્વીકારાઈ ગઈ. જૂના ચિત્રોમાં પણ આવા દ્રશ્યો જોવા મળે છે.
આજના સમયમાં આ પરંપરા
આજ પણ પ્રેમીઓ ઘૂંટણિયે બેસીને પ્રેમનો ઇઝહાર કરે છે, જે વિશ્વાસ, આદર અને સમર્પણ દર્શાવે છે. આ રિવાજ એક શાશ્વત પ્રેમનું પ્રતીક બની ગયો છે.