Samui Airport: અનોખુ એરપોર્ટ, ઝાડ નીચે બેસીને નાળિયેર પાણી પીવો અને પછી ફ્લાઇટ પકડો!
Samui Airport: દુનિયામાં અનેક એરપોર્ટ છે, પરંતુ થોડા જ એવા એરપોર્ટ્સ છે જેની ડિઝાઇન આટલી અનોખી હોય કે ત્યાં પહોંચતા જ તમને એમાં અસામાન્યતા અનુભવાય. આપણે વાત કરી રહ્યા છીએ થાઈલેન્ડના સમુઇ એરપોર્ટની, જ્યાંના અનુભવથી મુસાફરો મંત્રમુગ્ધ થઈ જાય છે. આ એરપોર્ટ પર લોકો સામાન્ય રીતે ઝાડની છાવણીએ આરામથી બેસી શકે છે અને નાળિયેર પાણી પીતી વખતે શાંત વાતાવરણનો આનંદ લઈ શકે છે.
સમુઇ એરપોર્ટ, કોહ સમુઇ ટાપુ પર સ્થિત છે, જ્યાં યાત્રીને ખુલ્લા વિસ્તારમાં આરામ કરવા માટે ઘણો સમય મળી શકે છે. આ એરપોર્ટ પર મુસાફરો લીલાછમ ઘાસ પર બીન બેગ પર બેસી શકે છે અથવા ઝૂલા પર મસ્તી કરી શકે છે. આ એરપોર્ટની આસપાસનું પ્રાકૃતિક દૃશ્ય એટલુ સુંદર છે કે લોકો અહીં થોડી મિનિટો માટે પણ આરામથી બેસી શકે છે.
આ એરપોર્ટ 1982 માં બનાવવાનો આરંભ થયો હતો અને 1989 માં ખોલવામાં આવ્યૂ. 2008 માં, થાઈ એરવેઝ ઇન્ટરનેશનલ દ્વારા ફ્લાઇટસ શરૂ કરી. મુસાફરો અહીં નાળિયેર પાણી પીતા વિમાનો ઉડતા જોઈ શકે છે, જે એના અનુભવને વધુ યાદગાર બનાવે છે.