Knits Global Landmarks On Sweaters: સ્વેટરમાં વિશ્વ, સેમ બાર્સ્કીની અનોખી ગૂંથણકલા યાત્રા
Knits Global Landmarks On Sweaters: શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વેટર ફક્ત ઠંડીમાં ઉષ્ણતા જ નહીં, પણ યાદોને જીવંત રાખવાનો અનોખો માર્ગ પણ બની શકે? બાલ્ટીમોરના સેમ બાર્સ્કી માટે ગૂંથણકામ એક શોખ નહીં, પણ જીવનશૈલી બની ગયું છે. સેમ જ્યાં જાય ત્યાંના વિશ્વપ્રસિદ્ધ સ્થળોની ડિઝાઇન પોતાના હસ્તગૂંથેલા સ્વેટરમાં ઉકરે છે અને ત્યાં જઇને તેને પહેરીને ફોટા ક્લિક કરે છે.
વિશ્વવિખ્યાત લૅન્ડમાર્ક્સ તેમના સ્વેટરમાં
પાછળના 18 વર્ષમાં સેમે 150 થી વધુ સ્વેટર ગૂંથ્યાં છે, જેમાં 100 થી વધુ વૈશ્વિક સ્થળોના સ્વેટર પહેરીને તેમણે તસવીરો લીધી છે. ટાઇમ્સ સ્ક્વેર, ગોલ્ડન ગેટ બ્રિજ, સ્ટોનહેંજ, લિબર્ટી બેલથી લઈને માચુ પિચ્ચુ સુધી, તેઓએ ઘણી ઐતિહાસિક અને પ્રાકૃતિક જગ્યાઓ પોતાના સ્વેટરમાં જિવંત કરી છે.
View this post on Instagram
પ્રેરણાદાયી સફર
સેમે શરૂઆતમાં નર્સિંગ અભ્યાસ કર્યો હતો, પરંતુ 1999માં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને લીધે તે છોડવું પડ્યું. એક યાર્ન સ્ટોરમાં મુલાકાત પછી, તેમને ગૂંથણકામ પ્રત્યે પ્રભળ આકર્ષણ અનુભવ્યૂ અને તેમનો શોખ કલા અને યાદોને જીવંત કરવાના એક અનોખા સ્વરૂપમાં ફેરવાયો.
View this post on Instagram
વિશ્વભરના લક્ષ્યો
સેમે સપનું જો્યું છે કે અમેરિકા અને અન્ય દેશોના જાણીતા સ્મારકોને તેમની કલામાં સાકાર કરે. તેઓ સ્પેસ નીડલ, ગ્રાન્ડ કેન્યોન, સિડની ઓપેરા હાઉસ જેવા સ્થળોને ગૂંથવાનું લક્ષ્ય ધરાવે છે.
સેમ માટે ગૂંથણકામ ફક્ત કપડાં નહીં, પણ ભાવનાઓ, યાદો અને વિશ્વ સાથે જોડાવાનો એક અનોખો માર્ગ છે.