9-Year-Old Lived Alone for 2 Years: માસૂમનો સંઘર્ષ, બે વર્ષ સુધી એકલતા અને તકલીફો વચ્ચે જીવી ગયેલો છોકરો
9-Year-Old Lived Alone for 2 Years: ફ્રાન્સના નાનાં શહેર નેર્સેકમાંથી એક હૃદય કંપાવનાર ઘટના સામે આવી છે. 9 વર્ષીય એક માસૂમ છોકરો બે વર્ષ સુધી એકલો ફ્લેટમાં રહ્યો, કારણ કે તેની માતા તેને છોડી તેના બોયફ્રેન્ડ સાથે રહેવા ભાગી ગઈ. 2020 થી 2022 દરમિયાન, બાળક મીઠાઈઓ, ડબ્બાબંધ ખોરાક અને થોડા પડોશીઓની સહાયથી બચી ગયો. માતા તેની પાસે આવતી, પરંતુ ક્યારેય તેને સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો નહીં.
જ્યારે પડોશીઓએ શંકા જતા પોલીસને જાણ કરી, ત્યારે સત્ય બહાર આવ્યું. ફ્લેટમાં ખાલી ફ્રિજ અને ખોરાકના કચરાથી ભરેલું ડસ્ટબીન હતું. પુખ્ત વયના કોઈ નિશાન નહોતાં. પોલીસે માતાને શોધી, જે તેના બોયફ્રેન્ડ સાથે આરામથી રહેતી હતી. આશ્ચર્યજનક રીતે, તેણે કોર્ટમાં પણ સ્વીકાર્યું નહીં કે તે બાળકને એકલો છોડીને ગઈ હતી.
કોર્ટએ 18 મહિનાની સસ્પેન્ડેડ સજા ફટકારી, જેમાં તે જેલમાં નહીં જાય, પણ પોલીસ દેખરેખમાં રહેશે. બાળકને પાલક સંભાળમાં રાખવામાં આવ્યો છે અને તે પોતાની માતા સાથે કોઈ સંબંધ રાખવા ઇચ્છતો નથી. શાળાના શિક્ષકે કહ્યું કે છોકરો ખૂબ જ મજબૂત અને આત્મનિર્ભર છે. ઠંડીમાં જીવવા, અનહદ તકલીફો સહન કરવા છતાં, તે શાળામાં સારો દેખાવ કરતો રહ્યો.