Train Ticket Booking Trick: ટ્રેનમાં મફત મુસાફરીની ચતુર યુક્તિ, એક વ્યક્તિએ બચાવ્યા ₹1.06 લાખ
Train Ticket Booking Trick: ટ્રેન આજ પણ ઘણાં લોકો માટે સૌથી સસ્તું અને આરામદાયક મુસાફરીનું માધ્યમ છે. જોકે કેટલીકવાર મુસાફરીના ભાડા લોકો માટે ભારરૂપ બની જાય છે. બ્રિટનના 29 વર્ષીય એડ વાઈઝ, જે વ્યવસાયે પર્સનલ ફાઇનાન્સ લેખક છે, તેમણે એક એવો જુગાડ શોધ્યો કે જેનાથી તેણે આખા વર્ષે એક રૂપિયો પણ ખર્ચ્યા વગર ટ્રેનમાં મુસાફરી કરી અને ₹1.06 લાખ બચાવ્યા.
યુક્તિ કેવી હતી?
એડ વાઈઝે બ્રિટનની રેલવે નીતિઓનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. ત્યાંના નિયમ અનુસાર, જો ટ્રેન 15 મિનિટ મોડી પડે તો 25% રિફંડ, 30 મિનિટ મોડી થાય તો 50% રિફંડ અને એક કલાકથી વધુ મોડી થાય તો સંપૂર્ણ ભાડું પરત મળે.
એડ વાઈઝે જાણ્યું કે હડતાળ, જાળવણી અને ખરાબ હવામાનને કારણે ટ્રેનો વારંવાર મોડી પડતી હતી. તેણે એ સમજી લીધું કે કઈ ટ્રેનો મોડા પડી શકે. તે પહેલા જ એવી ટિકિટ બુક કરાવતો કે જ્યાં મોડું પડવાનું ચોક્કસ હતું અને દર વખતે રિફંડ મેળવી લેતો.
સિસ્ટમની ખામીઓનો પૂરો લાભ
એડ વાઈઝે ધ્યાનપૂર્વક પ્લાનિંગ કરીને મુસાફરી કરી, જેથી એક પણ વખત તેનું ભાડું ન જાય. જ્યારેય તે ટ્રેનમાં મુસાફરી કરે, તેને પૂરા પૈસા પાછા મળી જાય.
આ યુક્તિએ સાબિત કર્યું કે જો નિયમોને સારી રીતે સમજવામાં આવે અને યોગ્ય આયોજન કરવામાં આવે, તો મુસાફરીના ખર્ચમાં મોટી બચત શક્ય છે.