Unique Theft in Hyderabad: હૈદરાબાદમાં અનોખી ચોરી, ક્રેન વડે આખુ રોડ રોલર ઉઠાવી લઈ ગયા ચોર
Unique Theft in Hyderabad: હૈદરાબાદના મેડચલ વિસ્તારમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે, જ્યાં 8-10 ટન વજન ધરાવતું રોડ રોલર ચોરી થવાના સમાચાર સામે આવ્યા છે. એક ડ્રાઈવરે ફરિયાદ નોંધાવી કે તેણે ઔદ્યોગિક પાર્ક પાસે પોતાનું રોડ રોલર પાર્ક કર્યું હતું, બીજા દિવસે સવારે તે ગાયબ હતું.
પોલીસે તપાસ શરૂ કરી અને શંકાસ્પદ લોકોની ધરપકડ કરી. આરોપીઓ અલગ-અલગ વ્યવસાય ધરાવતાં અને જુદી-જુદી જગ્યાના રહેવાસી હતા, પણ સાથે મળીને તેઓએ ચોરી કરવાની ગેંગ બનાવી હતી.
આ ગુનેગારો ખૂબ પ્લાનિંગ સાથે કામ કરતા હતા. તેઓએ પહેલા ચોરવાના સ્થળની રેકી કરી અને ક્રેનની મદદથી રોડ રોલર ઉચકીને DCM વાનમાં મુકી લીધું. તેમના ઈરાદા તેને ટુકડાઓમાં કાપીને વેચવાના હતા, પણ પોલીસ સમયસર પહોંચી અને તેમને ઝડપી પાડ્યા.
આ ચોરીમાં 4.5 લાખની સંપત્તિ અને 30 લાખની રોકડ મળી આવી છે. આ કિસ્સો એ દર્શાવે છે કે મોટી અને ભારે વસ્તુઓની પણ ચોરી થઈ શકે, જો પ્લાનિંગ મજબૂત હોય.