Five Years of Sewer Water: પાંચ વર્ષથી ગટરનું પાણી પીતી રહી મહિલા, હકીકત સામે આવતા ચોંકી ગઈ
Five Years of Sewer Water: ચીનના શાંઘાઈ શહેરમાં રહેનાર લિયુ એક અજીબ ઘટનાઓનો શિકાર બની. 2020 માં તેણે એક વોટર પ્યુરિફાયર ખરીદ્યું અને એ સમજતી રહી કે તે શુદ્ધ પાણી પી રહી છે. જ્યારે લિયુએ માછલીઓ માટે પાણીની ગુણવત્તા ચકાસવા એક ટેસ્ટર લાવ્યું, ત્યારે આશ્ચર્યજનક સત્ય સામે આવ્યું.
જ્યારે તેણે પાણીને ચકાસ્યું, ત્યારે જાણવા મળ્યું કે તે છેલ્લા પાંચ વર્ષથી ગટરનું પાણી પી રહી હતી. ટેકનિશિયનને બોલાવ્યા પછી ખબર પડી કે ઇન્સ્ટોલેશન વખતે પાઇપો ખોટી રીતે જોડાઈ હતી. શુદ્ધ પાણી ડ્રેનેજમાં જઈ રહ્યું હતું અને ગંદું પાણી પીનારા નળમાં આવતું હતું. લાંબા સમયથી ગંદુ પાણી પીવાના કારણે લિયુ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બની હતી.
નજીકના રહેવાસીઓ અનુસાર, તેના વિસ્તારના નળના પાણીનું TDS લેવલ 321mg/L છે, જ્યારે પ્યુરિફાયરનું શુદ્ધ પાણી 24mg/L હોવું જોઈએ. પરંતુ ટેસ્ટરે 607mg/L દેખાડતા તે ચોંકી ગઈ.
લિયુએ જણાવ્યું કે છેલ્લા છ મહિના દરમિયાન તેના માસિક અનિયમિત થઈ ગયા, વાળ ખરવા લાગ્યા, ત્વચાની સમસ્યાઓ થઈ, ઉધરસ અને છાતીના દુખાવા જેવી તકલીફો આવી. પરંતુ તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આ બધું પીવાના પાણીને કારણે હોઈ શકે. પ્યુરિફાયર કંપનીએ તેને રિફંડ ઓફર કર્યું, પણ હવે લિયુ તબીબી પુરાવાની માગ કરી રહી છે કે ખરેખર આ સમસ્યાઓ ખરાબ પાણીની ભૂલ છે.