City Beneath Khafre Pyramid: રહસ્યમય શોધ, ખાફ્રે પિરામિડની નીચે છુપાયેલ ગુપ્ત શહેર!
City Beneath Khafre Pyramid: કેટલીક જગ્યાઓને આપણે ઐતિહાસિક માનીએ છીએ, પણ કેટલીક શોધો એ ઇતિહાસને નવી દ્રષ્ટિ આપે છે. ઇજિપ્તનો પ્રખ્યાત Khafre Pyramid હવે માત્ર પિરામિડ ન રહ્યો, તેનાથી વધુ કંઈક છે. બે વૈજ્ઞાનિકો, Corrado Malanga અને Filippo Biondiએ સિન્થેટિક એપરચર રડારનો ઉપયોગ કરીને પિરામિડ નીચે એક ગુપ્ત શહેરની શોધ કરી છે, જે દુનિયાને હચમચાવી શકે.
હજારો વર્ષોથી, લોકો જે સ્થળને એક સામાન્ય પિરામિડ માની રહ્યા હતા, તે ખરેખર એક પ્રાચીન શહેરનો ઉપરનો ભાગ નીકળ્યો. સંશોધકોએ સમુદ્ર સપાટીથી 6,500 ફૂટ નીચે પાંચ વિશાળ માળખાં શોધ્યા, જે એકબીજા સાથે જોડાયેલા છે. અહીં 8 કુવાઓ અને 80 મીટર કદના બે વિશાળ ચેમ્બર પણ છે. સાથે જ, પિરામિડ નીચે શાહી મહેલ કે શક્તિ ઉત્પન્ન કરનાર પ્લાન્ટ હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
વિજ્ઞાનીઓએ અગાઉ પણ ગીઝાના પિરામિડમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો નીકળવાના દાવા કર્યા છે. નિવૃત્ત એરોસ્પેસ એન્જિનિયર ક્રિસ્ટોફર ડને પણ આ પિરામિડ એક ઉર્જા કેન્દ્ર હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. તાજેતરની શોધે આ દાવાને વધુ મજબૂત બનાવ્યો છે.
15 માર્ચે જાહેર થયેલા સંશોધન પત્ર મુજબ, ખાફ્રે પિરામિડ માત્ર એક સ્મારક નથી, પણ એના નીચે એક આખું અંડરગ્રાઉન્ડ નગરી છૂપી છે. આ શોધ ઇતિહાસના રહસ્યોને એક નવા વળાંક તરફ દોરી જઈ શકે છે!