Romanian Barbie of Pink Truck: ગુલાબી ટ્રકની રોમાનિયન બાર્બી, જ્યોર્જેટાની અનોખી કહાણી
Romanian Barbie of Pink Truck: રસ્તા પર દોડતી ટ્રકોમાં મોટાભાગે પુરુષ ડ્રાઇવરો જ દેખાય છે, પરંતુ રોમાનિયાની જ્યોર્જેટા નામની મહિલા ટ્રક ડ્રાઇવરે સોશિયલ મીડિયા પર ધાંધલ મચાવી દીધું છે. 35 વર્ષીય જ્યોર્જેટાએ પોતાના ગુલાબી રંગના ટ્રક અને ખુશબુભર્યા સ્વભાવને કારણે “રોમાનિયન બાર્બી”નું ટાઇટલ મેળવ્યું છે.
12 વર્ષથી ટ્રક ચલાવતી જ્યોર્જેટા પહેલાં સ્પેનમાં કામ કરતી હતી, પરંતુ હવે તેણીએ પોતાનો ગુલાબી ટ્રક ખરીદીને રોમાનિયાના રસ્તાઓ પર રાજ કરી રહી છે. તે કહે છે, “ટ્રક મારું ઘર છે, તેથી મેં તેને મારા પ્રિય રંગથી સજાવ્યો.” તેના ટ્રકની અંદર-બહાર ગુલાબી રંગની છટા તેના રંગીન વ્યક્તિત્વને દર્શાવે છે.
એકલતા દૂર કરવા જ્યોર્જેટા પોતાની બે બિલાડીઓને પણ સાથે લઈ જાય છે. તેના રોજિંદા જીવનના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત થયા છે. પુરુષ-પ્રધાન ગણાતા આ ક્ષેત્રમાં પણ તેણી પોતાની સ્ત્રીચેતના પર ગર્વ ધરાવે છે.
કોલેજમાં મેનેજમેન્ટ ભણેલી જ્યોર્જેટા કહે છે, “ટ્રક મારો જન્મજાત પ્રેમ છે.” તેની આ સફર યુવાનોને સ્વપ્નોને રંગ આપવાની પ્રેરણા આપે છે!