Shreyas Iyer And Shubman gill net worth: કોણ વધુ ધનિક – શુભમન ગિલ કે શ્રેયસ ઐયર? ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સના કેપ્ટનની સંપત્તિ અને કમાણી જાણો!
Shreyas Iyer And Shubman gill net worth: આજના IPL 2025 મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ આમને સામને ટકરાશે. આ મેચમાં GTના કેપ્ટન શુભમન ગિલ અને PBKSના કેપ્ટન શ્રેયસ ઐયર વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે. રમતના મેદાન પર બંને ખેલાડીઓ ધમાકેદાર પ્રદર્શન કરે છે, પણ શું તમે જાણો છો કે આ બંનેમાં કોણ વધુ ધનિક છે? ચાલો જોઈએ, કોણ કેટલી કમાણી કરે છે અને તેમની કુલ સંપત્તિ કેટલી છે.
શુભમન ગિલની કમાણી અને સંપત્તિ
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ IPL 2025માં 16.5 કરોડ રૂપિયા કમાય છે. સાથે જ, BCCI દ્વારા વાર્ષિક 3 કરોડનો પગાર પણ મળે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અન્ય સ્ત્રોતમાંથી, તે મહિને 10-12 કરોડ રૂપિયા કમાય છે.
કુલ સંપત્તિ: લગભગ 34 કરોડ રૂપિયા
રિયલ એસ્ટેટ: ગિલ દેશભરમાં વિવિધ મિલકતોના માલિક છે.
લક્ઝરી કાર: તેમની પાસે રેન્જ રોવર વેલાર અને મહિન્દ્રા થાર જેવી શાનદાર કાર છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા છે.
શ્રેયસ ઐયરની કમાણી અને સંપત્તિ
શ્રેયસ ઐયર BCCI તરફથી વાર્ષિક 3 કરોડ રૂપિયા મેળવે છે. IPL 2025માં, પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડમાં ખરીદ્યો છે, જેનાથી તે સૌથી ધનિક IPL કેપ્ટનોમાંના એક બન્યા.
કુલ સંપત્તિ: લગભગ 58 કરોડ રૂપિયા
રિયલ એસ્ટેટ: મુંબઈના લોઢા વર્લ્ડ ટાવર્સમાં 12 કરોડ રૂપિયાનો એક આલીશાન એપાર્ટમેન્ટ.
લક્ઝરી કાર: લેમ્બોર્ગિની હુરાકન, મર્સિડીઝ MG G63 અને ઓડી S5 જેવી મોંઘી કારનો શાનદાર કલેક્શન.
કોણ વધુ ધનિક?
શ્રેયસ ઐયરની કુલ સંપત્તિ 58 કરોડ છે, જ્યારે શુભમન ગિલની 34 કરોડ છે. IPL સેલરીની દ્રષ્ટિએ, આ વર્ષે શ્રેયસ વધુ કમાય છે. જો કે, બંને ખેલાડીઓ મેદાનમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે ..