Health Tips: હૃદયને સ્વસ્થ રાખવું હોય તો આહારમાં કરો આ ફેરફાર, વજન ઘટાડવામાં પણ મળશે ફાયદો
Health Tips : આજકાલ હૃદય રોગની સમસ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. અનિયમિત જીવનશૈલી અને ખોટા આહારના કારણે યુવાનો પણ હૃદયની બીમારીઓનો શિકાર બની રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે સ્વસ્થ હૃદય માટે સમયસર યોગ્ય પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે.
હૃદયના આરોગ્ય માટે માત્ર કસરત જ નહીં, પણ યોગ્ય ખોરાક પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને, રસોઈમાં વપરાતા તેલનો સીધો અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. નિષ્ણાતોના મતે, મગફળી અને ઓલિવ તેલનો ઉપયોગ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
કેમ બદલવું જોઈએ રસોઈનું તેલ?
મગફળીનું તેલ પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તેમાં વિટામિન E, એન્ટીઓક્સિડન્ટ અને પોલીફેનોલ્સ હોય છે, જે પાચનક્રિયાને મજબૂત બનાવે છે અને શરીર માટે ફાયદાકારક છે. ઉપરાંત, તેમાં ઓલિક એસિડ નામનું ફેટી એસિડ હોય છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે.
મગફળીના તેલના મુખ્ય ફાયદા:
હૃદય રોગનું જોખમ ઓછું થાય – મગફળીના તેલમાં રહેલા ઓલિક એસિડ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ બ્લડ વેસલ્સને સુરક્ષિત રાખે છે.
કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે – તે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ (HDL)ના સ્તરને વધારવામાં મદદ કરે છે.
પાચનક્રિયા મજબૂત બને – એન્ટીસ્પાસ્મોડિક અને ફ્લેવોનોઈડ તત્વો પાચનક્રિયાને સુધારે છે.
ડાયાબિટીસ માટે ફાયદાકારક – તે રક્તમાં ગ્લુકોઝના સ્તરને સંતુલિત રાખવામાં સહાયક છે.
વજન ઘટાડવામાં સહાયક – મગફળીનું તેલ ચયાપચયને તીવ્ર બનાવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.
ઓલિવ તેલના આરોગ્યલાભ
વિશ્વભરમાં ઓલિવ તેલ હૃદયના આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે શરીરમાં સૂઝ ઘટાડે છે, ધમનીઓને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે. હૃદયને તંદુરસ્ત રાખવા માટે નિષ્ણાતો ઓલિવ તેલના સેવનની ભલામણ કરે છે.
નિષ્ણાતોની સલાહ
મગફળી અને ઓલિવ તેલનું મર્યાદિત માત્રામાં સેવન હૃદય માટે લાભદાયી છે. આ તેલો ચરબીના વધારાને અટકાવે છે અને ચયાપચયમાં સુધારો કરે છે.
જો હૃદયને સ્વસ્થ રાખવું હોય અને વજન નિયંત્રિત રાખવું હોય, તો મગફળી અને ઓલિવ તેલનો સમાવેશ તમારા આહારમાં જરૂર કરો!