Wedding Invitation or Financial Burden: જ્યારે લગ્નનું આમંત્રણ બન્યુ આર્થિક ભારણ, મિત્રના લગ્નમાં સામેલ થવા માટે લોન લેવાની ફરજ પડી!
Wedding Invitation or Financial Burden: લગ્નનું આમંત્રણ મળવા પર, સૌ કોઈ ખુશ થાય. નજીકના મિત્ર કે સંબંધીના લગ્ન હોય તો લોકો તે ખાસ યાદ રાખે. પણ શું તમે કલ્પના કરી શકો કે લગ્નમાં જવાનું આમંત્રણ સાથે ખર્ચની ફર્માન પણ આવે?
એક યુવતીએ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો અનુભવ શેર કર્યો. તેની જૂની મિત્ર મેગનના લગ્ન હતા, અને તેને ઈમેલ મારફતે આમંત્રણ મળ્યું. ઉત્સાહપૂર્વક તેણે ઈમેલ ખોલી, પણ આગળ શું થયું તે તેને હેરાન કરી નાખ્યું. આમંત્રણ સાથે એક સ્પ્રેડશીટ જોડાઈ હતી, જેમાં દુલ્હનની ડ્રેસ, મેકઅપ, ભેટ, બેચલરેટ પાર્ટી અને અન્ય અનેક ખર્ચોની યાદી હતી.
યુવતીએ તરત જ મેગનને ફોન કર્યો અને આ વિશે પૂછ્યું. મેગને સ્પષ્ટ કહ્યું કે તેના લગ્નમાં હાજરી આપવા ઈચ્છતા તમામ મિત્રો અને પરિવારજનોએ આ ખર્ચ વહેંચી લેવાનો રહેશે.
આટલો મોટો ખર્ચ જોવો યુવતી માટે અશ્ચર્યજનક હતો. 70,000 રૂપિયાનો ખર્ચ તેના બજેટ બહાર હતો. તેણે મેગનને કહ્યું કે તે આટલો ખર્ચ કરી શકશે નહીં, તો પણ મેગને તેના પ્લાન્સ બદલવાનો ઇનકાર કર્યો.
આ બનાવને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ. ઘણા યુઝર્સે છોકરીને સલાહ આપી કે આ મિત્ર પૈસાને વધુ મહત્વ આપી રહી છે. લગ્નમાં હાજરી આપવી કે નહીં, તે દરેક વ્યક્તિએ પોતાના બજેટ અને પસંદગી પ્રમાણે નક્કી કરવું જોઈએ.