Settle in Italy & Get ₹93 Lakh: ઇટાલીમાં વસવાટ કરો અને મેળવો 93 લાખ રૂપિયા!
Settle in Italy & Get ₹93 Lakh: વિશ્વભરમાં ઘણા દેશો એવા છે, જ્યાં વસ્તી ઘટી રહી છે, અને લોકો ગામડાઓ છોડીને શહેરોમાં જઈ રહ્યા છે. ખાસ કરીને, જાપાન અને ઇટાલી જેવા દેશોમાં અનેક ગામડાઓ ખાલી થઈ ગયા છે. આ સમસ્યા હલ કરવા માટે, સરકાર લોકોને ત્યાં સ્થાયી થવા માટે આકર્ષક પ્રસ્તાવ આપી રહી છે.
ઇટાલીના સુંદર પર્વતીય પ્રદેશ ટ્રેન્ટિનોમાં, સરકાર અહીં વસવાટ કરવા માટે લોકોને 93 લાખ રૂપિયાની સહાય આપી રહી છે. જો તમે અહીં એક ખાલી મકાનમાં રહેવા માટે તૈયાર હો, તો તમને €100,000 (અંદાજે 92.7 લાખ રૂપિયા) મળશે. આમાં, ઘરના સમારકામ માટે €80,000 (74.2 લાખ રૂપિયા) અને નવી મિલકત ખરીદવા માટે €20,000 (18.5 લાખ રૂપિયા) શામેલ છે.
જો કે, આ સહાય મેળવવા માટે એક શરત છે – જે વ્યક્તિ આ પ્રોજેક્ટ હેઠળ ઘર લે, તેને ઓછામાં ઓછું 10 વર્ષ ત્યાં જ રહેવું પડશે. જો કોઈ નાગરિક સમય પહેલા સ્થળ છોડી દેશે, તો તેને સમગ્ર રકમ પરત કરવી પડશે.
આ યોજના હેઠળ 33 ગામોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં વસવાટ કરનારાઓની જરૂર છે. જો તમે પ્રકૃતિની વચ્ચે શાંતિભર્યું જીવન જીવીને પૈસા કમાવવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે ઉત્તમ તક બની શકે!