IPL 2025: રાજસ્થાને કોલકાતાને 152 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની ધમાકેદાર શરૂઆત
IPL 2025ની છઠ્ઠી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 152 રનનો લક્ષ્યાંક આપ્યો. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ટૉસ જીત્યા બાદ કોલકાતાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા.
રાજસ્થાન માટે મુખ્ય યોગદાન:
ધ્રુવ જુરેલે 33 રન
યશસ્વી જયસ્વાલે 29 રન
રિયાન પરાગે 25 રનનું યોગદાન આપ્યું
કોલકાતા તરફથી હર્ષિત રાણા, વૈભવ અરોરા, મોઈન અલી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ ઝડપી, જ્યારે સ્પેન્સર જોહ્ન્સને એક વિકેટ મળી.
કોલકાતાની બેટિંગ:
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતા માટે ક્વિન્ટન ડી કોક અને અંગક્રિશ રઘુવંશી બેટિંગ કરી રહ્યા છે. કેપ્ટન અજિંક્ય રહાણે 18 રને હસરંગાની બોલિંગ પર કેચઆઉટ થયો, જ્યારે મોઈન અલી (5 રન) રનઆઉટ થયો.
પ્લેઇંગ ઈલેવન:
રાજસ્થાન રોયલ્સ (RR):
રિયાન પરાગ (કૅપ્ટન), સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિશ થિક્સાના, તુષાર દેશપાંડે અને સંદીપ શર્મા.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR):
અજિંક્ય રહાણે (કૅપ્ટન), વેંકટેશ અય્યર, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, સ્પેન્સર જોહ્ન્સન.
લાઈવ અપડેટ્સ:
11મી ઓવરમાં રહાણે 18 રને હસરંગાની બોલિંગ પર કેચઆઉટ.
8મી ઓવરમાં કોલકાતાએ 50 રનનો સ્કોર પાર કર્યો.
7મી ઓવરમાં મોઈન અલી (5) રનઆઉટ.
પાવરપ્લેમાં કોલકાતાએ 40 રન બનાવ્યા.
કોલકાતાની બેટિંગની શરૂઆત મોઈન અલી અને ક્વિન્ટન ડી કોકે કરી.