મુંબઈ : બોલીવુડનું વધુ એક પાર્ટી સોન્ગ આવી ગયું છે. જીહા ! મૂવી ‘સાહો’નું મોસ્ટઅવેટેડ સોન્ગ ‘સાયકો સૈયા’ રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર છવાયું છે. આ જબરદસ્ત પાર્ટી ગીતનું હિન્દી વર્ઝન થોડા સમય પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.
‘સાહો’ નો આ ટ્રેક એક પાર્ટી નંબર છે જેમાં શ્રદ્ધા કપૂર બોલિવૂડના ‘બહુબલી’ પ્રભાસને તેના મોહક અદાઓથી મંત્રમુગ્ધ કરે છે. અગાઉ ગીતનું ફર્સ્ટ લૂક અને ટીઝર સામે આવ્યું હતું, જેને પ્રશંસકોએ ખુબ પસંદ કર્યું હતું. લોકો આ ગીતની આતુરતાથી રાહ જોતા હતા. આ ગીતની સાથે વિડીયો પણ ઉત્તમ છે. આ ગીત જુઓ …
નોંધનીય છે કે, ફિલ્મ ‘સાહો’નું ટીઝરને 13 જૂનના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરને પ્રેક્ષકોની સારી પ્રતિક્રિયા મળી હતી. અહીં બતાવવામાં આવેલા એક્શન દ્રશ્યો અને શ્રેષ્ઠ સંગીતની પ્રશંસા કરવામાં આવી છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની બેસ્ટ કેમેન્સ્ટ્રી સિનેમાઘરોમાં 15 ઓગસ્ટના રોજ આ ફિલ્મ રિલીઝ થાય ત્યારે જોવા મળશે.