DNA Test Reveals Shocking Truth: ડીએનએ ટેસ્ટ પછી અમેરિકાની મહિલા માટે ખુલ્યા આઘાતજનક રહસ્યો
DNA Test Reveals Shocking Truth: વિદેશોમાં ડીએનએ ટેસ્ટ કરાવવું એક સામાન્ય પ્રથા બની ગઈ છે. લોકો તેમના પૂર્વજો વિશે જાણવા અથવા આરોગ્ય સંબંધિત માહિતી મેળવવા માટે ઑનલાઇન ઉપલબ્ધ ડીએનએ કિટ ઓર્ડર કરી શકે છે. કનેક્ટિકટની રહેવાસી વિક્ટોરિયા હિલે પણ ડીએનએ ટેસ્ટ ફક્ત તેના સતત બગડતા આરોગ્યને કારણે કરાવ્યો, પણ તેને જે જાણવા મળ્યું, તે તેના જીવન માટે એક મોટો ઝટકો સાબિત થયું.
વિક્ટોરિયાએ 23andMe દ્વારા ડીએનએ ટેસ્ટ કરાવ્યો. થોડા સમય બાદ, એક મેસેજ મળ્યો કે તેને એક અજાણી બહેન છે. આ સમાચાર સાંભળીને તે આશ્ચર્યમાં પડી ગઈ. જો કે, ચોંકાવનારી વાત એ હતી કે તેના બોયફ્રેન્ડે તેને જણાવ્યું કે તે જ તેની સાવકી બહેન છે.
આ સત્ય સામે આવતાં, વિક્ટોરિયાને સમજાયું કે આ એક પ્રજનન છેતરપિંડીનો કેસ છે. યેલ ફર્ટિલિટી ક્લિનિકના એક ડૉક્ટરે વિના જાણ કરી પોતાના શુક્રાણુ દાન કર્યા હતા, જેના કારણે અનેક બાળકો જન્મ્યા હતા. વિક્ટોરિયાની માતા પણ આ ક્લિનિકમાં ગર્ભધારણ માટે ગઈ હતી, પણ તેને આ સત્ય વિશે કોઈ ખબર ન હતી.
જ્યારે વિક્ટોરિયાને આ વિશે વધુ માહિતી મળી, તો તેણે જાણ્યું કે તેના જેવા ઘણા સાવકા ભાઈ-બહેનો છે. તેના માટે સૌથી દુઃખદ વસ્તુ એ હતી કે જે વ્યક્તિ સાથે તે સંબંધમાં હતી, એ જ તેનો સગો ભાઈ નીકળ્યો.
તેણે આ હકીકત લોકોને જણાવવાનું નક્કી કર્યું, જેથી ભવિષ્યમાં કોઈના જીવન સાથે આવી છેતરપિંડી ન થાય.