Drunk mans painful surprise: દારૂના નશામાં બેભાન થયેલા વ્યક્તિ સાથે થયું કંઈક એવું કે જાણીને તમે ચોંકી જશો
Drunk mans painful surprise: દારૂ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, પરંતુ તેમ છતાં ઘણાં લોકો આ વ્યસનથી છૂટકારો મેળવી શકતા નથી. કેરળના કાસરગોડમાં એક શખ્સને દારૂના નશાએ એટલી મોટી મુસીબતમાં નાખી દીધો કે તે ક્યારેય ભૂલશે નહીં.
પ્રાપ્ત માહિતી મુજબ, તે વ્યક્તિ દારૂના નશા બાદ બેભાન થઈ ગયો. જ્યારે ભાનમાં આવ્યો, ત્યારે તેને પેશાબ કરવાની જરૂર અનુભવાઈ, પણ સાથે જ અસહ્ય દુખાવો પણ થયો. તપાસ કરતાં જાણવા મળ્યું કે કોઈએ તેના ગુપ્તાંગ પર નટ-બોલ્ટ બાંધી દીધો હતો. નશાની હાલતમાં તેણે જાણ્યું પણ નહીં કે આ કોણે કર્યું.
આગળ બે દિવસ સુધી તે જાતે નટ-બોલ્ટ ખોલવાનો પ્રયત્ન કરતો રહ્યો, પણ નિષ્ફળ ગયો. અંતે, તેને હોસ્પિટલની શરણે જવું પડ્યું.
ફાયર બ્રિગેડને બોલાવવાનો વારો આવ્યો
ડોકટરોને પણ નટ-બોલ્ટ ખોલવામાં સફળતા મળી નહીં. પીડા એટલી પ્રચંડ હતી કે દર્દી સહન કરી શકતો ન હતો. સ્થિતિ બગડતા, હોસ્પિટલ તરફથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા.
મેટલ કટિંગ મશીનથી મુક્તિ મળી
ફાયર બ્રિગેડના કર્મચારીઓ ખાસ સાધનો સાથે આવ્યા. મેટલ કટિંગ મશીનની મદદથી નટ-બોલ્ટ કાપવામાં આવ્યું. એ દરમિયાન, દર્દીની ત્વચાને નુકસાન ન થાય તે માટે સતત પાણી રેડવામાં આવ્યું. આખરે, મશીનથી કાપીને તે દુઃખદાયક સ્થિતિમાંથી વ્યક્તિને છુટકારો અપાવવામાં આવ્યો.