Headless Chicken Mystery: માથા વગર 18 મહિના જીવ્યું ચિકન, એક અજાયબીની સત્ય ઘટના
Headless Chicken Mystery: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ જીવંત પ્રાણી માથા વગર જીવતું હોય? 1945માં અમેરિકાના કોલોરાડોમાં એક મરઘીએ આ અસાધારણ કિસ્સાને હકીકત બનાવી. માઇક નામની આ મરઘીનું માથું કપાયા પછી પણ તે 18 મહિના જીવતી રહી, જે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કરી દેનાર ઘટના હતી.
લોયડ ઓલ્સન નામના ખેડૂતે માઇકનું માથું કાપ્યું, પરંતુ અનોખી વાત એ હતી કે તેનું કેટલુક મગજ અને નસો સુરક્ષિત રહી ગયા, જેના કારણે તે જીવતું રહ્યું. વધુમાં, લોહી વહેતું પણ રોકાઈ ગયું, જેનાથી તેનો જીવ બચી ગયો. ઓલ્સન પરિવાર એ માઇકની ખાસ સંભાળ રાખી, નળી દ્વારા ખોરાક અને પાણી આપતા, અને તે સુખાકારીથી જીવી શક્યું.
આ ઘટના વિજ્ઞાન અને મિડિયા માટે પણ ખૂબ રસપ્રદ બની. માઇકનો લોહીથી ભરેલો કિસ્સો છપાતા તે તરત જ પ્રખ્યાત થઈ ગયું. તેણે અનેક શહેરોમાં પ્રવાસ કર્યા, અને લોકો તેને જોવા માટે દૂર દૂરથી આવતા. આ સમગ્ર ઘટનાથી ઓલ્સન પરિવારે પણ ખુબ પૈસા કમાયા.
અવસાન પહેલાં, 1947માં, માઇકને શ્વાસ લેવામાં તકલીફ થઈ, અને સમયસર સારવાર ન મળતા તેનું મોત થયું. આજે પણ કોલોરાડોમાં ‘માઈક ધ હેડલેસ ચિકન ફેસ્ટિવલ’ મનાવવામાં આવે છે, જે આ અજાયબીની યાદ તાજી રાખે છે.