UK Wealth Outflow Video: યુકેથી ધનિક લોકોનું સ્થળાંતર, વધતા ખર્ચ અને નીતિ બદલાવનો પ્રભાવ
UK Wealth Outflow Video: બ્રિટનમાંથી ધનિક લોકોના સ્થળાંતરની ગતિ તેજ બની રહી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રુડિશફિશના એક વાયરલ વીડિયોએ આ મુદ્દે વધુ ચર્ચા જગાવી છે. તેમણે પોતાના વીડિયોમાં જણાવ્યું કે યુકેમાં જીવનધોરણ મોંઘું બનતું જઈ રહ્યું છે, જેના કારણે સમૃદ્ધ લોકો દેશ છોડવા મજબૂર થઈ રહ્યા છે. ખાસ કરીને 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને તેમણે સલાહ આપી કે જો સારું ભવિષ્ય જોઈએ તો બ્રિટન છોડવાનો વિચાર કરવો જોઈએ.
5 માર્ચે પોસ્ટ કરાયેલ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ઘણા લોકોએ કમેન્ટ્સમાં યુકેની હાલત પર દુઃખ વ્યક્ત કર્યું. કોઈએ સરકારને દોષ આપ્યો, તો કોઈએ પોતાના દેશ છોડવાની વાત કરી. એક યુઝરે લખ્યું, “હવે બધું મોંઘું થઈ ગયું છે, પણ બદલામાં કંઈ ખાસ મળતું નથી. ટ્રેન પ્રવાસ પણ બહુ મોંઘો છે. એ માટે હું ઓસ્ટ્રેલિયા જવાનો છું.”
View this post on Instagram
અહેવાલો મુજબ, 2024માં 10,800 કરોડપતિઓએ યુકે છોડ્યું. 2028 સુધીમાં 17% કરોડપતિ ગુમાવવાની આગાહી છે. નોન-ડોમ ટેક્સ સિસ્ટમના સમાપ્ત થવાથી આ સ્થળાંતર વધી ગયું છે. વધતા કર અને ફુગાવાના કારણે હવે મધ્યમ વર્ગના લોકો પણ દેશ છોડવાનો વિચાર કરી રહ્યા છે.
આ પ્રવૃત્તિ રોકવા માટે યુકેની સરકાર શું પગલાં ભરશે, તે જોવાનું રહેશે.