Woman found weird button in old house: 100 વર્ષ જૂના ઘરમાં મળ્યું રહસ્યમય બટન, હકીકત જાણીને માલિક ચોંકી ગઈ!
Woman found weird button in old house: ઘણા લોકો નવી મિલકત લેવાને બદલે ઓછી કિંમતે જૂનું ઘર ખરીદવાનું અને તેને પોતાની રીતે નવેસરખું બનાવવાનું પસંદ કરે છે. બ્રિટનની એમ્મા રોબિન્સ પણ એજ કરવા માંગતી હતી. તાજેતરમાં જ તેણે 100 વર્ષ જૂનું એક ઘર ખરીદ્યું, પણ ત્યાં પ્રવેશ કર્યા બાદ તેને એક અનોખું ઉપકરણ જોવા મળ્યું.
એમ્માએ જો્યું કે ઘરના દરવાજા અને ઓરડાઓમાં એક અજીબ બટન લગાવાયું હતું, જે કારના સીટ બેલ્ટના બકલ જેવું લાગતું હતું. તેને સમજાતું ન હતું કે એ બટન ત્યાં શા માટે છે. અચંબામાં આવી, તેણે તે ઉપકરણનો વીડિયો બનાવી ટિકટોક પર શેર કર્યો અને લોકો પાસે પૂછ્યું કે આ શું છે.
View this post on Instagram
કેટલાય લોકોએ સમજૂતી આપી કે તે એક પેનિક એલાર્મ છે. જો ઘરનો માલિક કોઈ મુશ્કેલીમાં હોય, તો ચાવી ફેરવીને તે બટન દબાવી શકાય, જેના કારણે એલાર્મ વાગશે અને પોલીસને પણ જાણ થશે.
એક યુઝરે કહ્યું કે 90ના દાયકામાં આ પ્રકારના બટન કેટલાક ઘરોમાં જોવા મળતા, જે ખાસ સુરક્ષા માટે લગાવવામાં આવતાં. એક અન્ય યુઝરે કહ્યું કે તેણે ક્યારેય આ જોયું નહોતું, ઉત્સુક્તામાં આવી જતાં તેણે દબાવી દીધું અને તરત જ એલાર્મ વાગી ગયું!
સૌની કમેન્ટ વાંચીને એમ્માને એ ખબર પડી કે તેનું નવું લાગતું ઉપકરણ વાસ્તવમાં 100 વર્ષ જૂની સુરક્ષા વ્યવસ્થા હતી.