Rajkot Mass marriage : રાજકોટમાં પહેલીવાર યોજાશે કડવા પાટીદાર સમાજના સમૂહલગ્ન, 25 દીકરીઓને મળશે 111 ભેટ અને ફિક્સ્ડ ડિપોઝિટ
Rajkot Mass marriage : કડવા પાટીદાર સમાજ દ્વારા પહેલીવાર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 24 મે 2025ના રોજ ઉમીયા સારથી ફાઉન્ડેશનના ઉપક્રમે 25 દીકરીઓના સમૂહલગ્ન યોજાશે. આ શુભ પ્રસંગે વર-કન્યાને આશીર્વાદ આપવા માટે સમાજના અગ્રણીઓ, દાતા અને માન્યવરોએ હાજરી આપવાની સંભાવના છે.
દિકરીઓને મળશે વિશેષ કરિયાવર
સમૂહલગ્નમાં દરેક દીકરીને 111 ભેટ આપવામાં આવશે. સાથે જ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) આપવામાં આવશે, જે દીકરીઓના ભવિષ્ય માટે સહાયરૂપ થશે. સમાજના જ દાતાઓ દ્વારા આ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ સમૂહલગ્ન કેમ ખાસ છે?
રાજકોટમાં પહેલીવાર કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન.
આ આયોજન પાછળ કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ 200થી વધુ ભાઈ-બહેનોની સંસ્થાનું સામૂહિક યોગદાન.
લગ્ન ખર્ચ બચાવી જરૂરીયાતમંદો માટે સમાજસેવા કરવામાં આવશે.
દર વર્ષે એક સમૂહલગ્ન યોજવાનું આયોજન.
સમૂહલગ્નનું સ્થળ અને તારીખ
સ્થળ: પરસાણા ચોક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ
તારીખ: 24 મે 2025
ઉમિયા સારથી ફાઉન્ડેશનના પ્રતિનિધિ કિસન ટીલવાએ જણાવ્યું કે, “આ સમૂહલગ્નમાં સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના આગેવાનો, મંદિર ટ્રસ્ટીઓ અને સામાજિક આગેવાનોને આમંત્રિત કરવામાં આવશે. સમૂહલગ્નને ભવ્ય અને યાદગાર બનાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.”
આ શુભ કાર્યને પાટીદાર સમાજ દ્વારા ભરપૂર સમર્થન મળી રહ્યું છે. આ સમૂહલગ્ન માત્ર એક દિવસનો કાર્યક્રમ નહીં, પણ દીકરીઓના ભવિષ્ય માટે મોટું પગલું છે.