Solar Cell Manufacturing in Gujarat: ગુજરાતમાં ભારતની સૌથી મોટી સોલાર સેલ ગીગાફેક્ટરી: 40 હજાર નોકરીઓની તકો ઉપલબ્ધ
Solar Cell Manufacturing in Gujarat : ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલીમાં ભારતની સૌથી મોટી સોલાર સેલ ગીગાફેક્ટરી સ્થાપવામાં આવી છે. વારી એનર્જીઝ લિમિટેડ દ્વારા બનાવાયેલી આ 5.4 GW ક્ષમતાની સુવિધા 150 એકર વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં 101 એકર બિલ્ટ-અપ એરિયા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી દ્વારા આ ગીગાફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ગુજરાત—નવીનીકરણીય ઉર્જાનું હબ
ગુજરાત સરકાર વિકાસ અને ગ્રીન એનર્જી તરફ વિશેષ ધ્યાન આપી રહી છે. આ ગીગાફેક્ટરી ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતી સોલાર સેલ ટેકનોલોજી સાથે સંશોધન, એન્જિનિયરિંગ અને ટકાઉ વિકાસ પર કેન્દ્રિત છે.
39,500 નોકરીઓનું સર્જન
આ સોલાર સેલ ગીગાફેક્ટરી 9500થી વધુ સીધી નોકરીઓ અને 30,000થી વધુ પરોક્ષ રોજગાર તકો ઉપલબ્ધ કરાવશે. આ પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાનિક આર્થિક વિકાસ અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યોને આગળ ધપાવશે.
ગુજરાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બની રહ્યું છે, અને આ સૌથી મોટી સોલાર સેલ સુવિધા તેના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.