મુંબઈ : બોલીવુડ સિંગર નેહા કક્કરે પંજાબી સિંગર મનિંદર બટર સાથે મળીને નવું ગીત ‘સોરી સોન્ગ’ રિલીઝ કર્યું છે. યૂટ્યૂબ પર આ ગીતને અત્યાર સુધી 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેની નાનકડી લવ સ્ટોરી અને ગીતના શબ્દો તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. નેહા અગાઉ પંજાબી સિંગર્સ જસ્સી ગિલ અને બિલાલ સઇદ સાથે ગીત બનાવી રિલીઝ કરી ચુકી છે. આ ગીત નેહા અને મનિંદર બંનેએ ગીતને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિલીઝ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ટેલિવિઝન શો ઇન્ડીયન આઇડલ અને યુટ્યુબ વીડિયોને કારણે ફેમસ થયેલી નેહાએ વર્ષ 2015માં બોલીવુડના કેટલાક હિટ ગીતોનું મેશઅપ બનાવીને યૂટ્યૂબ પર પોસ્ટ કર્યું હતું, જેને અત્યારસુધી 42 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે જ નેહાએ બોલીવુડના ઘણા હિટ નંબરમાં પોતાનો આવાજ આપ્યો છે. Video: નેહા કક્કરનું ‘સોરી સોન્ગ’ છવાયું, મળ્યા 3 મિલિયન વ્યૂઝ