Baba Vanga 2025 prediction: બાબા વાંગાની 2025 માટેની આગાહીઓ, ભવિષ્યની ભયાનક ઝલક?
Baba Vanga 2025 prediction: બાબા વાંગા, બલ્ગેરિયાની પ્રસિદ્ધ આગાહીકાર, જેમણે અનેક ઘટનાઓની આગાહી કરી હતી, જે પછી સાચી સાબિત થઈ. 1996માં તેમનું અવસાન થયું, પરંતુ તેમની આગાહીઓ આજે પણ ચર્ચાનું કેન્દ્ર બને છે.
તાજેતરમાં, 2025 માટે તેમની એક આગાહી સાચી પડી હોવાનું માનવામાં આવે છે. તેમણે ભૂકંપની આગાહી કરી હતી, અને ખરેખર, મ્યાનમાર અને થાઈલેન્ડમાં 7.7 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો, જેમાં 2000થી વધુ લોકોનાં મોત નિપજ્યાં અને હજારો ઘાયલ થયા.
બાબા વાંગાએ ફક્ત ભૂકંપ જ નહીં, પણ 2025 માટે અન્ય ભયાનક આગાહીઓ પણ કરી હતી.
યુરોપમાં મોટું યુદ્ધ
તેમની આગાહી મુજબ, યુરોપમાં મોટા યુદ્ધની સંભાવના છે, જે પરમાણુ યુદ્ધમાં પણ ફેરવાઈ શકે છે. આ યુદ્ધનાં કારણે ઘણા વિસ્તારો અસ્તવ્યસ્ત થઈ શકે છે અને સંખ્યાબંધ લોકો પરેશાન થઈ શકે છે.
નવી મહામારીનો ખતરો
એક બીજી ચિંતાજનક આગાહી નવી મહામારી સાથે સંબંધિત છે. માનવામાં આવે છે કે આ રોગચાળો લાખો લોકોના જીવ લઈ શકે છે અને વિશ્વભરમાં અફરાતફરી મચાવી શકે છે.
તેમની આગાહીઓ પર લોકો વહેંચાઈ ગયાં છે—કેટલાક તેને સત્ય માને છે, જ્યારે કેટલાક તેને ફક્ત અંધશ્રદ્ધા ગણાવે છે. ભવિષ્યમાં શું થશે, તે તો સમય જ બતાવશે!