Shubhangshu Shukla શુભાંશુ શુક્લાની અવકાશ યાત્રા પૂર્ણ: ભારતે ઈતિહાસ રચ્યો
Shubhangshu Shukla અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, જેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 18 દિવસ વિતાવ્યા, આજે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે. એક્સિઓમ-4 મિશન હેઠળ અવકાશયાત્રા કરનાર તેઓ ભારતના પ્રથમ વ્યક્તિ છે જેઓ ISS સુધી પહોંચ્યા અને રાકેશ શર્મા પછી અવકાશમાં જનારા માત્ર બીજા ભારતીય બન્યા છે.
“આજનું ભારત હજુ પણ આખી દુનિયા કરતાં વધુ સારું લાગે છે”
વિદાય સમારંભ દરમિયાન ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ ભાવુક સંદેશ આપતા કહ્યું:
“41 વર્ષ પહેલાં રાકેશ શર્માએ ભારતને અવકાશમાંથી જોઇને કહ્યું હતું કે ‘સારે જહાં સે અચ્છા’. આજે હું પણ ઈમાનદારીથી એ જ કહું છું – આજનું ભારત હજુ પણ આખી દુનિયા કરતાં વધુ સુંદર લાગે છે.”
મિશનની મહત્વપૂર્ણ માહિતી:
- મિશનનું નામ: એક્સિઓમ-4 (Axiom-4)
- અવકાશ યાત્રાની સમયમર્યાદા: 18 દિવસ
- અવકાશયાત્રીઓ:
- પેગી વ્હિટસન (ક્રૂ કમાન્ડર)
- શુભાંશુ શુક્લા (પાઇલટ)
- સ્લેવોઝ વિસ્નીવસ્કી (પોલેન્ડ, મિશન નિષ્ણાત)
- ટિબોર કાપુ (હંગેરી, મિશન નિષ્ણાત)
- લોંચ તારીખ: 25 જૂન
- ISS પર પહોંચ્યા: 26 જૂન
- પૃથ્વી પર પરત ફરવાના સમયનું અનુમાન: 14 જુલાઈ, સાંજે 4:35 IST
Ax-4 Mission | Farewell Ceremony https://t.co/QGDDfXD84R
— Axiom Space (@Axiom_Space) July 13, 2025
અવકાશમાં વિજ્ઞાનસંબંધિત કાર્યો:
Ax-4 Mission | Farewell Ceremony https://t.co/QGDDfXD84R
— Axiom Space (@Axiom_Space) July 13, 2025
શુક્લાએ મિશન દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, જેમાંનો મુખ્ય પ્રયોગ માયોજેનેસિસ હતો – જે અવકાશમાં સ્નાયુઓના નબળી પડવાની પ્રક્રિયા સમજવાનો પ્રયાસ કરે છે. આ સંશોધનથી પૃથ્વી પરના દર્દીઓને પણ નવી સારવાર મળે તેવી આશા છે.
અન્ય પ્રયોગોમાં સમાવેશ થાય છે:
- સૂક્ષ્મ શેવાળ સંશોધન (ફ્યુચર સ્પેસ મિશન માટે ખોરાક અને ઓક્સિજન સ્ત્રોત તરીકે)
- અવકાશસુટ પરીક્ષણ
- રક્ત પ્રવાહ અને મગજના તરંગોનું વિશ્લેષણ
- આંખોની ગતિ અને જ્ઞાનાત્મક કાર્યશક્તિનો અભ્યાસ
ISS પર છેલ્લી યાદગાર રાત્રિ
વિદાય પહેલા આખી ટીમ માટે ISS પર રાત્રિભોજનનું આયોજન થયું હતું. વિવિધ દેશોના ભોજનની વાનગીઓ સાથે, અવકાશયાત્રીઓએ સંવાદ અને ભવિષ્યની આશાઓ પર વાત કરી.
One of the most unforgettable evenings I’ve experienced on this mission was sharing a meal with new friends, Ax-4, aboard the International @Space_Station.
We swapped stories and marveled at how people from diverse backgrounds and nations came together to represent humanity in… pic.twitter.com/hdzXxrwLaV
— Jonny Kim (@JonnyKimUSA) July 10, 2025
સ્પ્લેશડાઉન અને પુનર્વસન: હવે આગળ શું?
- સ્પ્લેશડાઉન (પૃથ્વી પર પાછા ફરવી) પછી, શુભાંશુ શુક્લા માટે લગભગ 7 દિવસનું પુનર્વસન કાર્યક્રમ રાખવામાં આવશે.
- આ દરમિયાન તેઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં ફરીથી યોગ્ય રીતે ઢળી જાય એ માટે તબીબી દેખરેખ હેઠળ રહેશે.
મિશન ખર્ચ અને ભવિષ્ય માટેનો માર્ગ
ISRO દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ અવકાશ મિશન માટે ભારતમાં અંદાજે ₹550 કરોડનો ખર્ચ થયો છે. આ અનુભવ ભવિષ્યના ગગનયાન માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ માટે અમૂલ્ય થાશે.