My son ate my dad video: બાળકે ભૂલથી ખાધી દાદાની રાખ – હસાવતી અને ચોંકાવતી ઘટના
My son ate my dad video: નાનાં બાળકોની શરારતો ઘણીવાર હાસ્યજનક હોય છે, પણ ક્યારેક એવી ઘટના બને કે ચહેરે સ્મિત સાથે હૈયું ધબકતું થઈ જાય. આવી જ એક અસાધારણ ઘટના બ્રિટનમાં બની છે, જ્યાં એક માતાએ તેના માસૂમ બાળક વિશે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી કે લોકો આશ્ચર્યમાં પડી ગયા.
નતાશા અમીની નામની મહિલાએ જણાવ્યું કે એક દિવસ જ્યારે તે થોડીવાર માટે રૂમમાં ગઈ, તેટલા માંજ તેનો દીકરો કોઆહ (અંદાજે એક વર્ષનો) લિવિંગ રૂમમાં તોફાન મચાવી ચૂક્યો હતો. એ સમય દરમિયાન બાળકે તેના દાદાના હાડકાંની રાખ રાખેલા કળશમાંથી વેરવી નાખી અને અણસાર વગર પોતાની નાનકડી આંગળીઓથી એ રાખ મોઢામાં નાંખી દીધી!
જ્યારે નતાશા પાછી આવી, ત્યારે તેના પિતાની યાદગાર રાખ આખા ફ્લોર પર પથરાઈ ગઈ હતી અને બાળકનો ચહેરો રાખથી ભરાઈ ગયો હતો. આ દ્રશ્ય જોઈને નતાશા પહેલો તો ચોંકી ગઈ, પણ પછી તેણે હળવાશથી કહ્યું, “મારો દીકરો મારા પપ્પાને ખાઈ ગયો!”
View this post on Instagram
તેમણે આ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને કહ્યું કે જો તેના પિતા જીવતા હોત તો કદાચ આ દ્રશ્ય જોઈને ખૂબ હસ્યા હોત. વધુમાં તેણે ઉમેર્યું કે બાળક બિલકુલ સ્વસ્થ છે અને વધુ રાખ ન ખાધી હોવાને કારણે કોઈ નુકસાન થયું નથી.
આ ઘટના ઈન્ટરનેટ પર વાયરલ બની ગઈ છે અને લોકોએ મોટી સંખ્યામાં પ્રતિક્રિયાઓ આપી છે – હસાવનારી, ભાવુક અને અવિશ્વસનીય. વાસ્તવમાં, નાનાં બાળકોના ખૂણામાં ક્યારેક દુનિયાની સૌથી અનોખી અને લાગણીભરી વાતો છુપાયેલી હોય છે.