Congress session : અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે ભવ્ય તૈયારી: 35 હોટલો બુક, 500 કાર અને 4 AC વોલ્વો બસથી ડેલિગેટ્સની વ્યવસ્થા
Congress session : આવતી 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું મહત્ત્વપૂર્ણ અધિવેશન યોજાવાનું છે. દેશભરમાંથી 1,840થી વધુ ડેલિગેટ્સ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. તેમને રહેવા, ભોજન, પરિવહન અને માર્ગદર્શન જેવી દરેક સુવિધા માટે કોંગ્રેસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
1,800થી વધુ રૂમ અને 35 હોટલો બુક
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં 35 જેટલી હોટલોમાં કુલ 1,800થી વધુ રૂમ બુક કરવામાં આવ્યા છે. તમામ ડેલિગેટ્સ માટે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પરથી હોટલ સુધી અને ત્યાંથી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવા માટે ખાસ વાહન વ્યવસ્થા પણ ગોઠવાઈ છે.
વાહન વ્યવસ્થાની ચુસ્ત તૈયારી
ડેલિગેટ્સના ટ્રાવેલ માટે 4 AC વોલ્વો બસ, 25 મિની બસ અને 500 ખાનગી કાર તૈયાર રાખવામાં આવી છે. ખાસ કરીને CWCના 169 સભ્યો માટે ખાસ AC વોલ્વો બસમાં મુસાફરીનું આયોજન કરાયું છે.
યૂથ કોંગ્રેસ અને NSUIનો સહયોગ
ડેલિગેટ્સની સહાય માટે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરો વોલન્ટિયર તરીકે કાર્ય કરશે. 500 જેટલા કાર્યકરો હોટલો, કાર્યક્રમ સ્થળ અને મુસાફરી દરમિયાન મદદરૂપ રહેશે. તેઓ સફેદ ટી-શર્ટમાં ઓળખાય તેમ હાજર રહેશે અને સતત ડેલિગેટ્સ સાથે સંપર્કમાં રહેશે.
એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક
ડેલિગેટ્સને યોગ્ય માર્ગદર્શન અને મદદ આપવા માટે અમદાવાદ એરપોર્ટ અને વિવિધ રેલવે સ્ટેશનો પર કુલ 10 હેલ્પ ડેસ્ક સ્થાપિત કરાયા છે. દરેક હેલ્પ ડેસ્ક પર NSUI અને યુથ કોંગ્રેસના હોદ્દેદાર ઉપસ્થિત રહેશે.
ગુજરાતીની સંસ્કૃતિથી યુક્ત ભવ્ય આવકાર
ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ અને સાંસ્કૃતિક સમિતિના સદસ્યોના જણાવ્યા મુજબ, તમામ ડેલિગેટ્સનું ગુજરાતની પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધીના માર્ગમાં 14 સ્ટેજ પર જુદા જુદા નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.
8 એપ્રિલે 6 અને 9 એપ્રિલે 8 સ્ટેજ પર વિવિધ વિસ્તારોના લોકનૃત્યો, દાંડીયા અને સંગીતમય કાર્યક્રમો દ્વારા ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરાશે. ખાસ કરીને 45 કલાકારો દાંડીયાની થીમ પર એરપોર્ટ પર ડેલિગેટ્સનું ભવ્ય સ્વાગત કરશે …