Congress National Convention : ગુજરાતમાં 2027 બાદ કોંગ્રેસની વાપસી? પવન ખેરાનો મોટો દાવો!
Congress National Convention : ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવતા નિવેદન સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ ભારે દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે 2027 સુધીમાં રાજ્યમાં મોટો રાજકીય ફેરફાર થશે અને તેમાં ભુપેન્દ્ર પટેલની સરકાર પણ બદલાઈ જશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ધમાકેદાર દાવો
અમદાવાદમાં 103 વર્ષ બાદ ફરીથી યોજાઈ રહેલું કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન રાજકીય મંચ પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સાબરમતી નદીના તટે આ ઐતિહાસિક અધિવેશન માટે રાષ્ટ્રીય નેતાઓના પણ આગમન થઇ ચૂક્યું છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ મીડિયા સાથે સંવાદમાં કહ્યું કે, “આવતાં સમયમાં હવા અને વાતાવરણ જ નહીં, પરંતુ ગુજરાતની સરકાર પણ બદલાશે.”
27 વર્ષથી ભાજપના કિલ્લામાં કોંગ્રેસનો ઘુસખોર પ્રયાસ
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સતત શાસન કરી રહેલા ભાજપ માટે પવન ખેરાનું આ નિવેદન રાજકીય ધક્કા સમાન છે. કોંગ્રેસે રાજ્ય જીતવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે અને આ અધિવેશન દ્વારા જનતામાં સારો સંદેશ મોકલવાનો પ્રયાસ છે.
ભાજપ હવે થોડાક દિવસોની મહેમાન : પવન ખેરા
પવન ખેરાએ કહ્યું કે, “ભાજપ હવે માત્ર થોડાક દિવસોની મહેમાન છે.” કોંગ્રેસના DNAમાં ગુજરાત વસે છે, અને હવે સમય છે કે ગુજરાત પણ પોતાનું બંધન તોડી કોંગ્રેસના સંગે ચાલે. પવન ખેરાએ વધુમાં એ પણ કહ્યું કે આ અધિવેશન માત્ર એક કાર્યક્રમ નથી, પણ 2027ની ચૂંટણી માટેની મુખ્ય ભૂમિકા રહેશે.
8-9 એપ્રિલે સાબરમતી તટે ઐતિહાસિક અધિવેશન
આ અધિવેશન દરમિયાન સરદાર પટેલ સ્મારક ખાતે CWC (કોંગ્રેસ વર્કિંગ કમિટી)ની બેઠક યોજાવાની છે. જેમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત AICCના 200થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
કોંગ્રેસે સાબરમતી તટે સમગ્ર આયોજન માટે સ્થળ નિરીક્ષણ કર્યું છે અને ઉનાળાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવી છે.