મુંબઈની તાજમહેલ અને ડિપ્લોમેટ હોટલ નજીક આવેલા ચર્ચિલ ચેમ્બરમાં આગ લાગી છે આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડે 14 લોકોને સલામત રીતે બતાવી લીધા છે.
આગમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યાર અન્ય બે લોકોના ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોની ઓળખ યુસુફ પુનાવાલા અને શ્યામ અય્યર તરીકે થઈ છે. રેસ્ક્યુ ઓપરેશ હાલ ચાલી રહ્યું છે.
આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં ધૂમાડો પ્રસરી ગયો છે. કોલાબા સ્થિત ચર્ચિલ ચેમ્બરના ત્રીજા માળે આગ લાગી હતી. જોકે, આગમાં અન્ય કોઈ જાનહાનીની ખબરો મળી રહી નથી. ફાયર બ્રિગેડના લાશ્કરો લોકોને બહાર કાઢી રહ્યા છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.