Ghibli Trend Gone Wrong Video: ઘિબલી ટ્રેન્ડમાં શ્રીરામ અને છોકરીનો વીડિયો થયો વાયરલ
Ghibli Trend Gone Wrong Video: સોશિયલ મીડિયામાં હવે ભારતીયો ખૂબ જ એક્ટિવ અને ક્રિએટિવ બની ગયા છે. પહેલા જ્યાં વૈશ્વિક ટ્રેન્ડ ભારત સુધી પહોંચતા મોડું થઈ જતું, હવે લોકો તરત નવા ટ્રેન્ડ અપનાવી લે છે. તાજેતરમાં ઘિબલી ટ્રેન્ડ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. લોકો પોતાના ફોટા ચેટ જીપીટી જેવી ટૂલ્સની મદદથી ઘિબલી સ્ટાઇલમાં રૂપાંતરિત કરીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર શેર કરી રહ્યા છે.
આ ટ્રેન્ડ દરમિયાન એક યુવતીએ ભગવાન શ્રી રામ સાથેના ફોટાને ઘિબલીમાં ફેરવવાનો પ્રયાસ કર્યો. મૂળ ફોટામાં રામજી યુવતીને આશીર્વાદ આપી રહ્યા હતા. પણ જ્યારે ફોટો એઆઇ પર અપલોડ કર્યો, ત્યારે પરિણામ તમામની કલ્પનાથી પરે નીકળ્યું. નવા ઘિબલી વર્ઝનમાં ભગવાન રામ આશીર્વાદ આપતા નહીં, પરંતુ તીર છોડતા દેખાયા. યુવતી પણ આશ્ચર્યમાં પડી ગઈ અને હસી ન રોકી સકી. તેણે તેનો રિએક્શન વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને તરત જ વીડિયો વાયરલ થઈ ગયો.
View this post on Instagram
લોકોએ કમેન્ટ્સમાં મજાકથી લખ્યું, ‘લાગે છે રામજીને આ એડિટ પસંદ નથી આવી’ અને ‘ઘિબલીની ચેતવણી – ભગવાન સાથે મસ્તી નહિ કરો!’
આ વચ્ચે, એવું પણ નોંધવું જરૂરી છે કે ઘિબલી ટ્રેન્ડથી અનેક લોકો મજા માણી રહ્યા છે, પણ સાથે-સાથે આ પ્રકારની એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. કારણ કે કેટલાક લોકો આનો ઉપયોગ છેતરપિંડી માટે પણ કરી રહ્યા છે.
ટેકનોલોજી મજા માટે છે, પણ મર્યાદા સાથે!