Gym Star Isabela: જીમમાં સૌનું ધ્યાન ખેંચતી ઇસાબેલા – આત્મવિશ્વાસથી ભરેલી એક ફિટનેસ ફ્રીક
Gym Star Isabela: કલ્પના કરો કે તમે જીમમાં એકસરસાઈઝ માટે જાઓ અને ત્યાં કોઈ એવી છોકરી આવે કે આખું જીમ માત્ર તેને જ જોતું રહે! આવું બનાવટ નહીં પણ હકીકત છે – અને આ રહી છે લોસ એન્જલસની રહેવાસી, 28 વર્ષીય ઇસાબેલા ગાર્સિયા. ઇસાબેલા દરરોજ 2 થી 3 કલાક જીમમાં પસાર કરે છે અને પોતાને ફિટ રાખવા માટે ખૂબ મહેનત કરે છે.
પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તેના શારિરિક દેખાવ અને સ્ટાઈલિશ જીમ આઉટફિટ્સ પરથી જીમમાં આવતા છોકરાઓ નજર હટાવી શકતા નથી. ઘણીવાર એવું બને છે કે છોકરાઓ તેના તરફ જોઈને હસે, વાત કરવાનો પ્રયાસ કરે અથવા રાહ જોઈને ‘મદદ’ માંગે. ઇસાબેલા કહે છે, “જ્યારે હું એના કરતા વધુ વજન ઉચકી શકું, તો મને મદદની જરૂર ક્યાં?”
આ વાત અહીંથી પણ આગળ વધી જાય છે – છોકરીઓ પોતાના બોયફ્રેન્ડ પર શંકા કરતા તેમને સીધા બહાર લઈ જાય છે. ઇસાબેલાનું માનવું છે કે આ ઈર્ષ્યા તેની નહીં, પરંતુ તેમના સંબંધમાં અસલામતીનો પરિચય આપે છે.
ઈસાબેલાએ 10 વર્ષ પહેલા કસરત શરૂ કરી હતી. શરૂઆતમાં દેખાવ માટે, પણ હવે એ તેનું જીવન બની ગયું છે. તે દરરોજ જીમમાં ઉત્સાહથી જાય છે – સ્ટાઈલિશ કપડાં, તેજસ્વી રંગો અને સમર્પિત લાગણી સાથે.
સોશિયલ મીડિયા પર પણ ઇસાબેલા ખૂબ જ લોકપ્રિય છે. પણ તેના ફોટા પર સારી-ખરાબ બંને પ્રકારની ટિપ્પણીઓ આવે છે. તેમ છતાં, ઇસાબેલા પોતાના માર્ગે અડગ છે – “હું મારી રીતે જીઉં છું, મને કંઈ સાબિત કરવાની જરૂર નથી.”