Donald Trump Lookalike in Pakistan: પાકિસ્તાનનો ટ્રમ્પ, આલ્બિનિઝમથી પીડાતા સલીમ બગ્ગાની અનોખી વાર્તા
Donald Trump Lookalike in Pakistan: પાકિસ્તાનની હાલની પરિસ્થિતિ એવી છે કે ઘણીવાર વાસ્તવિકતા અને નકલ વચ્ચેનો ભેદ સમજવો મુશ્કેલ થઈ જાય છે. અહીં ડુપ્લિકેટ વસ્તુઓ સામાન્ય બની ગઈ છે, અને હવે તો લોકોના ડુપ્લિકેટ પણ રસ્તા પર જોવા મળે છે. તાજેતરમાં એક એવો જ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા દેખાય છે અને તે રસ્તા પર કૂલ્ફી વેચતો નજરે પડે છે.
વિડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વ્યક્તિ છે સલીમ બગ્ગા, જે પાકિસ્તાનના પંજાબમાં રહે છે. તેને અલ્બિનિઝમ નામનો એક વિકાર છે, જેના કારણે તેની ત્વચા અને વાળ સફેદ દેખાય છે. તેના આ લૂકને કારણે લોકો તેને ટ્રમ્પ સાથે સરખાવે છે. પરંતુ ખાસ વાત એ છે કે સલીમ માત્ર કૂલ્ફી વેચતો નથી, પણ પોતાની કૂલ્ફી ગાઈને, લોકોથી વાતચીત કરીને અને મસ્તીભર્યા અંદાજમાં વેચે છે. આ કારણે તે સ્થાનિક સ્તરે ખૂબ લોકપ્રિય થયો છે.
शेयर मार्केट में सारे पैसे डुबाने के बाद डॉनल्ड ट्रंप#stockmarketcrash #Nifty #Sensex pic.twitter.com/zJdZFrkgcy
— Raja Babu (@GaurangBhardwa1) April 7, 2025
સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે અને લોકોએ પણ ખૂબ મજેદાર ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે લખ્યું કે, “શેરબજારમાં પૈસા ગુમાવ્યા પછી ટ્રમ્પ કૂલ્ફી વેચી રહ્યો છે!” બીજાએ લખ્યું, “એ ગીતમાં એક અલગ જ ઉત્સાહ છે!”
સલીમ બગ્ગા બતાવે છે કે આજીવિકા માટેનો ઉત્સાહ અને હાસ્યની છાંયાથી જીવનને કેવી રીતે જીવાય – એ ખુબ જ પ્રેરણાદાયક છે.