લોકસભામાં આરટીઆઈ એક્ટના સંશોધન બીલને મંજુરી આપવાના નિર્ણય અંગે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ મંગળાવારે કહ્યું કે મોદી સરકાર આ સંશોધન મારફત આરટીઆઈ કાયદાને ખતમ કરવા માંગે છે. આના કારણે દેશનો નાગરિક કમજોર થઈ જશે.
સોનિયા ગાંધીએ કહ્યું કે આ ચિંતાનો વિષય છે કે કેન્દ્ર સરકાર ઐતિહાસિક આરટીઆઈ અધિકાર કાયદા 2005ને સંપૂર્ણ રીતે ખતમ કરવા ઉતાવળી બની ગઈ છે. આ કાયદો અનેક વિચાર-વિમર્શ કર્યા બાદ બનાવવામાં આવ્યો છે અ સંસદમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો હવે આ કાયદાને ખતમ કરવાના કિનારે મૂકી દેવામાં આવ્યો છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે પાછલા કેટલાય વર્ષોમાં દેશના 60 લાખથી પણ વધુ લોકોએ આરટીઆઈ એક્ટનો ઉપયોગ કર્યો છે અને વહીવટી તંત્રમાં પારદર્શિતા તથા જવાબદારી નક્કી કરવામાં કાયદો મદદરૂપ થયો છે. આનું પરિણામ એ આવ્યું છે કે લોકતંત્રનો પાયો વધુ મજબૂત થયો છે. આરટીઆઈનો સક્રીય રૂપે ઉપયોગ કરવામાં આવતા સમાજના કમજારો લોકોને સીધો ફાયદો થયો છે.
તેમણે કહ્યું કે હાલની સરકાર આરટીઆઈને બકવાસ માને છે અને કેદ્રીય સૂચના આયોદના દરજ્જાને ખતમ કરવા માંગે છે. સૂચના આયોગને ચૂંટણી પંચ અને વિજિલન્સ કમિશનની સરખામણીમાં મૂકવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પોતાનો હેતુ બર લાવવા માટે વિધેયકને બહુમતિથી પસાર કરી રહી છે પણ દેશનો નાગરિક કમજોર થશે.