Broken After 10 Years: જે છોકરા સાથે 10 વર્ષ વિતાવ્યાં એજ બની ગયો છેતરપિંડીનું કારણ
Broken After 10 Years: સંબંધમાં સૌથી મહત્વપૂર્ણ તત્વ વિશ્વાસ છે. પણ જયારે એ તૂટી જાય, ત્યારે સંબંધ ટકાવવો મુશ્કેલ બની જાય છે. આવી ઘટના આયર્લેન્ડની કોર્ક શહેરની રહેવાસી ક્લેરા સાથે બની, જે વ્યવસાયે શિક્ષિકા છે. તેણે વર્ષો સુધી પોતાના જીવનસાથી બ્રાયન સાથે જીવન પસાર કર્યું, પણ એક ઘટના સમગ્ર વિશ્વાસને હચમચાવી નાખે એવી સાબિત થઈ.
2023માં એક દિવસે, જ્યારે ક્લેરા ઘરમાં કામ કરી રહી હતી, ત્યારે તેને બ્રાયનના જીમ બેગમાંથી બીજો ફોન મળ્યો. ફોનમાં વેલેરી નામની અજાણી સ્ત્રીનો મિસ્ડ કોલ હતો. બ્રાયન પાસેથી સચોટ જવાબ ન મળતાં, ક્લેરાએ વેલેરીને સીધો મેસેજ કર્યો. વેલેરીએ કહેલું કે તે તો રાયન નામના કાળા ત્વચાવાળા યુવાન સાથે વાત કરતી હતી, જે બાદમાં ખુલાસો થયો કે એ રાયન નહીં, પરંતુ બ્રાયન જ હતો – નકલી ઓળખ સાથે.
બ્રાયને સ્વીકાર્યું કે તેણે નકલી પ્રોફાઇલ બનાવી હતી અને વેલેરી સાથે 18 મહિના સુધી વાતચીત કરી હતી. એટલું જ નહીં, પણ તેણે બીજી ત્રણ મહિલાઓ સાથે પણ ડિજિટલ રીતે સંબંધો બાંધ્યા હતા. તેણે આ બધું “મજા માટે” કર્યું હોવાનું કહેલું, પણ ક્લેરા માટે એ સ્પષ્ટ રીતે ભાવનાત્મક છેતરપિંડી હતી.
આ શોકપ્રદ ઘટનાથી ક્લેરાનું મનોબળ તૂટી ગયું. ત્યારબાદ બ્રાયન સાથેનો સંબંધ બચાવવાનો થોડો પ્રયાસ થયો પણ અંતે બંને અલગ થઈ ગયા. આજે ક્લેરા એક નવા સંબંધમાં છે, પણ વિશ્વાસ ફરીથી ઊભો કરવો એ હજુ પણ એક પડકાર છે.
આ કહાણી એ યાદ અપાવે છે કે બહારથી સામાન્ય લાગનારા લોકો પણ અંદરથી કેટલા જટિલ હોય શકે છે.