Three Times Back from Death: મૃત્યુની વારંવાર મુલાકાત, ત્રણ વખત મોતને હરાવનારની વાર્તા
Three Times Back from Death: મૃત્યુ એ દરેક માનવી માટે એક રહસ્યમય દરવાજો છે. આપણું જીવન જેમ મુશ્કેલ હોય છે, તેમ મૃત્યુની ક્ષણ અને પછીનું અજાણ્યુ વિશ્વ પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે. ‘મૃત્યુ પછી શું?’ એ એવો પ્રશ્ન છે જેનો આજ સુધી કોઈ ચોક્કસ જવાબ નથી મળ્યો. પણ કેટલાક લોકોને એવું અનુભવાય છે કે તેઓ મૃત્યુને સ્પર્શી ફરી પાછા આવ્યા હોય.
એવો જ અદભુત અનુભવ શેર કર્યો છે ડેનિયન બ્રિંકલીએ. તેઓ દાવો કરે છે કે તેઓ ત્રણ વાર મૃત્યુ પામ્યા છે અને દરેક વખતે તેઓએ કંઈક નવું અનુભવ્યું છે. તેમણે તેમના અનુભવોને પુસ્તકમાં પણ લખ્યા છે. 1975માં પ્રથમ વખત જ્યારે તેઓ ટેલિફોનના થાંભલાથી ઇલેક્ટ્રિક શોક લાગવાથી મૃત્યુ પામ્યા હતા, ત્યારે તેઓ 28 મિનિટ સુધી જિંદગી અને મૃત્યુની વચ્ચે અટવાયેલા રહ્યા હતા. તેમણે કહ્યું કે એક અંધારેલી ટનલમાંથી પસાર થયા પછી તેમને પોતાનું આખું જીવન એક ફિલ્મની જેમ જોવા મળ્યું.
1989માં હાર્ટ સર્જરી દરમિયાન તેઓ બીજી વાર મૃત્યુ પામ્યા. આ વખતે તેમને એવું લાગ્યું કે તેઓ એક દૈવી શહેરમાં પહોંચ્યા છે જ્યાં તેમણે સ્વર્ગદૂતોથી આધ્યાત્મિક શક્તિઓ વિશે શીખ્યું. ત્રીજી વખત મગજની સર્જરી દરમિયાન તેમનું મૃત્યુ થયું, પણ તેઓ ફરી જીવિત થયા.
ડેનિયન કહે છે કે મૃત્યુ હવે તેમને ડરાવતું નથી. તેઓ માને છે કે મૃત્યુ એ અંત નહીં, પણ એક નવી શરૂઆત છે. તેમની વાતો દર્શાવે છે કે કદાચ મૃત્યુ પછીની દુનિયા આપણા ભાવિ માટે આશાપૂર્ણ અને શાંતમય હોઈ શકે.