Shubh Yoga: 12 એપ્રિલે શું ખાસ છે? જાણો કઈ રાશીમાં રહેશે 5 શક્તિશાળી ગ્રહો
શુભ યોગ: હિન્દુ કેલેન્ડર મુજબ, 12 એપ્રિલનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે પાંચ ગ્રહોની હાજરીને કારણે શુભ યોગ બની રહ્યો છે. ચાલો જાણીએ આ ખાસ દિવસે બનનારા યોગો વિશે.
Shubh Yoga: હિન્દુ કેલેન્ડર મુજબ, શનિવાર, ૧૨ એપ્રિલ, ૨૦૨૫ ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. આ દિવસને હનુમાન જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૫માં, આ તિથિ ૧૨ એપ્રિલે બપોરે ૩.૨૧ વાગ્યે શરૂ થશે અને ૧૩ એપ્રિલે સવારે ૫.૫૧ વાગ્યે સમાપ્ત થશે. શનિવાર શનિ પૂજા અને હનુમાનજીની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
12 એપ્રિલ કેમ ખાસ છે?
12 એપ્રિલ 2025, શનિવાર – આ દિવસે મીન રાશિમાં ખૂબ જ દુર્લભ પંચગ્રહી યોગ બનતો જોવા મળશે. આ યોગ સૂર્ય, બુધ, શુક્ર, શનિ અને રાહુ – આ પાંચ ગ્રહો એકસાથે મીન રાશિમાં ભેગા થાય ત્યારે બને છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા યોગને પંચગ્રહી યોગ કહે છે, જે ભાગ્યમાં ઉત્તમ ફેરફાર લાવતો હોય છે.
શા માટે ખાસ છે આ દિવસ?
- હનુમાન જન્મોત્સવ – 12 એપ્રિલે શનિવારના દિવસે હનુમાનજીનો જન્મદિવસ પણ છે, જે પોતે એક પવિત્ર તિથિ છે.
- પૂર્ણિમા તિથિ – આખો દિવસ પૂર્ણિમા રહેશે, જે શક્તિ અને ચૈતન્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
નક્ષત્રોનો સંયોગ –
- સાંજના 06:08 વાગ્યા સુધી હસ્ત નક્ષત્ર,
- ત્યારબાદ ચિત્રા નક્ષત્રનો પ્રભાવ રહેશે.
ચંદ્રમા વિજય અને આરોગ્ય માટે જવાબદાર કન્યા રાશિમાં રહેશે, પણ ચંદ્ર-કેતુના મિલનથી ગ્રહણ દોષ પણ બનશે, જે થોડી સમસ્યાઓ ઊભી કરી શકે છે.
બનતા યોગો:
- વાશિ યોગ
- આનંદાદિ યોગ
- સુનફા યોગ
- બુધાદિત્ય યોગ
- વ્યાઘાત યોગ
➤ જો તમારી રાશિ મિથુન, કન્યા, ધનુ અથવા મીન છે તો તમને માલવ્ય યોગનો લાભ મળશે – જે સુખ, સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ આપનાર યોગ છે.
શુભ મુહૂર્ત:
- અભિજિત મુહૂર્ત: બપોરે 12:15 થી 01:30
- લાભ-અમૃત ચોઘડિયો: બપોરે 02:30 થી 03:30
- રાહુકાળ: સવારે 09:00 થી 10:30 (શુભ કાર્યો ટાળવા)
આ રાશિઓને મળશે લાભ
વૃષભ રાશિ :
- હનુમાન જયંતિનો દિવસ વૃષભ રાશિ માટે અત્યંત શુભ સાબિત થશે.
- આ દિવસે બનેલા પંચગ્રહી યોગના કારણે તમને આર્થિક લાભની સંભાવના છે.
- નોકરી કરતા લોકો માટે પ્રગતિના યોગ બને છે.
- વેપારમાં સફળતા મળી શકે છે અને નવા સોદાઓ લાભદાયક રહેશે.
કુંભ રાશિ :
- પંચગ્રહી યોગ કુંભ રાશિ માટે પણ લાભદાયક રહેશે.
- ભણતર અથવા સ્પર્ધાત્મક પરિક્ષાઓથી જોડાયેલી સફળતા મળી શકે છે.
- નવો મોકો તમારા માટે રાહ જોઈ રહ્યો છે.
- પરિવાર સાથે સંબંધોમાં મીઠાસ આવશે અને ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.