Aarti Industries: વાપીની બિલખાડીના પાણીનો રંગ કેમ બદલાય છે? આરતી સહિત અન્ય ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખાડીમાં છોડાઈ રહ્યું છે કેમિકલ યુક્ત પાણી, મોટો ખતરો
Aarti Industries વાપીના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાંથી પસાર થતી બિલખાડીનો રંગ બદલાઈ રહ્યો છે. બિલખાડીમાં છોડાઈ રહેલા કેમિકલવાળા પાણીના કારણે મોટો ખતરો તોળાઈ રહ્યો છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અંગે આજદિન સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા ન હોવાથી લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડાં કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ખાસ કરીને આરતી ઈન્ડસ્ટ્રીઝ સહિતની અન્ય ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે અને કેમિકલયુક્ત પાણીને બેફામપણ અને બેરોકટોક ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે.
વાપી ઉદ્યોગ નગરમાંથી પસાર થતી બિલખાડી અને કંપનીઓના પાછળના ભાગેથી અડીને આવે છે
જેમાં બે ત્રણ મોટી કંપનીઓ સામેલ છે જેને અડીને આ બિલખાડી પસાર થાય છે ત્યારે અઠવાડિયામાં બે ત્રણ દિવસમાં બિલખાડીમાં આવતા પાણીનો કલર બદલાઈ રહ્યો છે જે 100 ટકા ગવાહી પૂરે છે કે ખાડીમાં છોડવામાં આવી રહેલા પાણીમાં કેમિકલ હોવાની આશંક નકારી શકાતી નથી અને કેટલીક કંપનીઓ દ્વારા નીતિ-નિયમોના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. બિલખાડીમાં ખુલ્લેઆમ છોડવામાં આવી રહેલા કેમિકલવાળા પાણીની સામે લોકોમાં હવે રોષ ભભૂકી રહ્યો છે.
વિગતો મુજબ બિલખાડી છેક ડુંગરી ફળિયા થઈને સેકન્ડ ફેસ મોટી સેટ થઈ સી-ટાઈપ સુધી અને છરવાડા નજીકથી પસાર થાય છે પ્રથમ આ ખાડી ઉદ્યોગ નગર વિસ્તારમાંથી નીકળે છે અને અહીં અનેક મોટી કંપનીઓ આવેલી છે જેમાં વાપીની આરતી ઇન્ડસ્ટ્રી તેમજ આસપાસની અન્ય ઇન્ડસ્ટ્રીઓ પણ સામેલ છે ત્યારે આરતી ઇન્ડસ્ટ્રીની પાછળના ભાગે કેટલીક ખુલ્લી ચેમ્બરો આવેલી છે આ ચેમ્બરો લિકેજ છે જેના કારણે તેમાંથી પીળા રંગનું પાણી સતત છોડવામાં આવે છે. અને બિલખાડીમાં પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે.
હકીકતમાં આ પાણી કેમિકલ યુક્ત છે કે સિવરેજનું પાણી છે એ પણ તપાસનો વિષય છે
તો કે આ બાબતે જીપીસીબીએ યોગ્ય તપાસ કરવી જોઈએ તો બીજી તરફ ઉદ્યોગ નગરમાંથી નીકળતી બિલખાડીનું પાણી છરવાડા સુધી પહોંચતા લાલ લીલું પીળું સહિત અનેક રંગબેરંગી રંગોથી રંગાઈને રહેણાંક વિસ્તારમાં પહોંચે છે અને રહેણાંકનું સિવરેજનું પાણી પણ આ બિલખાડીમાં ઠલવાય છે. રહેણાંક વિસ્તારોમાં કેટલીક બિલ્ડીંગો એવી પણ આવેલી છે. રહેણાંક વિસ્તારોનું સિવરેજનું પાણી પણ સીધું બિલખાડીમાં છોડવામાં આવી રહ્યું છે જે પણ એક તપાસનો વિષય છે
નોટિફાઇડ વિસ્તારમાં બિલ્ડીંગોમાંથી નીકળતું સિવરાજના પાણી માટે નોટિફાઇડમાં વેરો ભરવાનો થાય છે પરંતુ કેટલીક બિલ્ડીંગો બનાવનાર બિલ્ડરો દ્વારા તેમની બિલ્ડિંગમાંથી નીકળતું પાણીની લાઈનો બિલખાડીમાં છોડી દેવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે આ બાબતે પણ તપાસ થવી જોઈએ. જો કે હાલ તો યેનકેન પ્રકારે બિલખાડીમાં પાણીઓ છોડીને પર્યાવરણને નુકસાન થાય તેવી સ્થિતિ ઉત્પન્ન કરવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર બાબતે જીપીસીબી વિભાગ તપાસ કરે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર લાવે તે જરૂરી બને છે