Gas Relief Miracle: સામાન્ય ગેસની નહીં, આ મહિલાને હતી વર્ષોથી ગંભીર સમસ્યા, ડૉક્ટરે આમ આપ્યો રાહતનો ઉપાય
Gas Relief Miracle: આજકાલ ગેસની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જીવનશૈલીમાં ફેરફારને કારણે મોટી સંખ્યામાં લોકો પાચન તંત્રની મુશ્કેલીનો સામનો કરે છે. એક સમયે લોકોના ખોરાકમાં ઘી-માખણ હતું અને સાથે સક્રિય જીવનશૈલી પણ હતી, જેના કારણે પાચન તંદુરસ્ત રહેતું. આજે મોટેભાગે લોકો ફાસ્ટ ફૂડ પર નિર્ભર છે અને શારીરિક પ્રવૃત્તિ ઓછી છે. પરિણામે, હવે યુવાનોથી લઈને વૃદ્ધ સુધી ગેસની સમસ્યાથી પરેશાન છે.
બજારમાં ઘણી દવાઓ અને આયુર્વેદિક ઉપચાર ઉપલબ્ધ છે. ઘણા લોકો યોગ અને કસરતથી રાહત મેળવવાનો પ્રયાસ કરે છે, પરંતુ દરેક માટે દરેક ઉપાય અસરકારક સાબિત થતો નથી. આવા જ એક કેસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક મહિલા વર્ષોથી ચાલી રહેલી ગંભીર ગેસની સમસ્યાના ઉકેલ માટે ડૉક્ટર પાસે પહોંચી હતી.
View this post on Instagram
વિડિયોમાં જોવા મળે છે કે મહિલાને એટલી તીવ્ર ગેસની સમસ્યા હતી કે તેની દૈનિક જીવનશૈલી પ્રભાવિત થઈ હતી. ડૉક્ટરે તેના શરીરના કેટલાક ચોક્કસ બિંદુઓ પર દબાણ કર્યું, જેના કારણે ગેસ ઓડકારના રૂપમાં બહાર આવવા લાગ્યો. મહિલાને તરતજ રાહત મળતી અનુભવી.
મહિલાનું કહેવું હતું કે તે વર્ષોથી ગેસથી પીડાઈ રહી હતી. ખાધા પછી તરત જ ગેસ બનવા લાગતો. પરંતુ ડૉક્ટરની ખાસ પદ્ધતિના કારણે તેના શરીરમાં ભરાયેલ ગેસ સરળતાથી બહાર નીકળી ગયો અને તેને લાંબા સમય બાદ જરા શાંતિનો અનુભવ થયો.
આ ઘટના દર્શાવે છે કે ક્યારેક પરંપરાગત ઉપાયો કે દવાઓ કામ ન કરતી હોય ત્યારે અનુભવી નિષ્ણાતની રીતો અસરકારક સાબિત થઈ શકે છે.