Fungal infection from dirty shoes: શું તમે પણ પહેરી રહ્યા છો ગંદા જૂતા-ચંપલ? ફંગલ અને બેક્ટેરિયા વાટે ઘરમાં પ્રવેશી રહ્યા છે!
Fungal infection from dirty shoes: ઘણા લોકો પોતાના સ્વાસ્થ્ય માટે ભોજન અને સફાઈ પર તો ધ્યાન આપે છે, પરંતુ પગમાં પહેરતા પગરખાં તરફ અવગણના કરતા હોય છે. જો તમે લાંબા સમય સુધી એ જ જૂતા કે ચંપલ પહેરો છો અથવા ગંદા પગરખાં ઘરમાં લઈ આવો છો, તો ફક્ત તમારા પગ નહીં પરંતુ આખું ઘર સંક્રમણના ખતરામાં આવી જાય છે. આવો જાણીએ એવી સામાન્ય ભૂલો અને જાણીએ નુકસાન વિશે, જેને હવે નહિ સુધારીએ તો સ્વાસ્થ્યને મોટો ભંગ પડી શકે છે.
1. ગંદા પગરખાંથી શરીરમાં ઘૂસી શકે છે ઇન્ફેક્શન
ઘર બહાર પહેરેલા જૂતા કે ચંપલ ઘણીવાર ધૂળ, માટી અને જંતુઓથી ભરેલા હોય છે. આ પગરખાંને ઘરમાં લઈ આવવાથી, ઈ-કોલી અને સેલમોનેલા જેવા હાનિકારક બેક્ટેરિયા અંદર ઘૂસી શકે છે, જે પેટના રોગોનું કારણ બની શકે છે.
2. ફંગલ ચેપનો ભય ઊભો થાય છે
ભીના અથવા પરસેવાવાળા પગરખાં ફૂગ માટે અનુકૂળ માહોલ ઊભું કરે છે. પરિણામે, પગરખાંના ભેજ અને ગરમીમાં ફૂગ ઝડપથી વદ્ધિ પામે છે. તેની સીઘી અસર પગના તળિયે ખંજવાળ, લાલાશ, દુર્ગંધ અને “એથ્લીટ્સ ફૂટ” જેવી ત્વચાસંબંધિત સમસ્યાઓ સ્વરૂપે દેખાઈ શકે છે.
3. ઘરમાં ઘૂસે છે બેક્ટેરિયા અને વાયરસ
જાહેર સ્થળો – જેમ કે મોલ, હોસ્પીટલ, બસ સ્ટેન્ડ કે પબ્લિક ટોઇલેટ –માંથી તમે જે પગરખાં સાથે આવો છો, એ સાથે અનેક પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા પણ ઘરમાં પ્રવેશ કરે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ વધુ જોખમભર્યું સાબિત થઈ શકે છે.
4. ફ્લૂ જેવી બીમારીઓનું જોખમ વધી શકે
ઘર બહારના પગરખાંમાં આવી રહેલા વાયરસ તમારા ઇમ્યુન સિસ્ટમને અસર કરે છે. જો સમયસર પગલાં ન લેવાય તો તમારું શરીર રોગો સામે લડી શકતું નથી અને તમે ફ્લૂ, વાયરલ કે સ્કિન ઇન્ફેક્શનનો ભોગ બની શકો છો.
5. આ ભૂલો ટાળો અને રહો સુરક્ષિત
ઘરની અંદર બહારના પગરખાં ન પહેરો
જૂતા-ચંપલને નિયમિત રીતે ધોઈ સાફ કરો
ભીના પગરખાં ન પહેરો, તુરંત બદલી લો
પગરખાંને તડકામાં સુકાવા મૂકતા રહો
ફૂગ અને બેક્ટેરિયા દૂર કરવા માટે વારંવાર disinfectant spray નો ઉપયોગ કરો
પગમાં સુકા અને સાફ મોજાં પહેરો – ખાસ કરીને ઉનાળામાં
પગરખાં સ્વચ્છ રાખીને અને થોડા સતર્ક રહીને તમે અનેક પ્રકારના ચેપથી બચી શકો છો. તંદુરસ્તી માટે પગની સફાઈ પણ એટલી જ અગત્યની છે જેટલી કે શરીરના અન્ય અંગોની!