6700 KM Weekly Travels for Studies: શિક્ષણ માટે 6700 કિમીની મુસાફરી, અમેરિકન વિદ્યાર્થીનીની અનોખી સફર
6700 KM Weekly Travels for Studies: દિલ્હી, મુંબઈ કે બેંગલુરુ જેવા મેટ્રો શહેરોમાં લોકો ઘેરથી ઓફિસ સુધીના લાંબા અંતરને લઇને શિકાયતો કરે છે, પણ એ વાત જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકાની એક મહિલા વિદ્યાર્થીની દર અઠવાડિયે અભ્યાસ માટે 6700 કિમીની લાંબી મુસાફરી કરે છે. આ સફર દરમિયાન તેણે અત્યાર સુધીમાં લગભગ 1.7 લાખ રૂપિયા જેટલો ખર્ચ પણ કરી દીધો છે.
30 વર્ષની નેટ સેડિલો અને તેનો પતિ સેન્ટિયાગો મેક્સિકો સિટીમાં રહે છે. નેટ હાલમાં ન્યૂ યોર્કમાં કાયદાનો અભ્યાસ કરી રહી છે અને બૌદ્ધિક સંપત્તિના ક્ષેત્રમાં વકીલ બનવા માટે તૈયારીમાં છે. તેમ છતાં, તે ન્યૂ યોર્કમાં રહેતી નથી. તેનો મુખ્ય નિવાસ મેક્સિકો સિટીમાં જ છે. તે દરેક અઠવાડિયે શૈક્ષણિક કામગીરી માટે મેક્સિકો સિટીથી ન્યૂ યોર્ક શહેર સુધીની 6700 કિમી લાંબી યાત્રા કરે છે.
મુખ્ય કારણ છે જીવનશૈલી અને ખર્ચ. નેટ અને તેના પતિ માટે ન્યૂ યોર્કમાં રહેવું ખૂબ મોંઘું પડે છે. તેઓ ન્યૂ યોર્કમાં એક નાનું ઘર ભાડે રાખી શકતા હતા, જ્યારે મેક્સિકો સિટીમાં તે પોશ વિસ્તારમાં આરામથી રહે છે. નેટ કહે છે કે તેને મેક્સિકો સિટીમાં જીવવું વધુ આરામદાયક અને ખર્ચ બચાવનારું લાગે છે.
આ સફર સુગમ બને એ માટે નેટનું શિડ્યૂલ ખૂબ ચોક્કસ છે. તે સોમવારે વહેલી સવારે સફર શરૂ કરે છે અને મંગળવારે રાત્રે પાછી વળે છે. તેના માટે આ જીવનશૈલી સાહસિક હોવા સાથે થોડી મુશ્કેલ પણ છે. હવે જ્યારે તેનું છેલ્લું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે તે પોતાનું સંપૂર્ણ ધ્યાન ન્યૂ યોર્ક બાર એક્ઝામ પાસ કરવા તરફ કેન્દ્રિત કરી રહી છે, જેથી પોતાના સપનાનો વ્યવસાય શરૂ કરી શકે.