PM Internship Scheme 2025:15 એપ્રિલ છે છેલ્લી તક, તાત્કાલિક કરો નોંધણી
PM Internship Scheme 2025 યુવાનો માટે સોનેરી તક તરીકે આભરી આવેલી પીએમ ઇન્ટર્નશિપ યોજના 2025 (PM Internship Scheme 2025 Phase-2) હવે અંતિમ તબક્કામાં છે. જેમ જેમ તારીખ નજીક આવી રહી છે, તેમ ઉમેદવારો માટે અરજી કરવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. જો તમે હજુ સુધી ફોર્મ ન ભરી શક્યા હો, તો હવે મોડું ન કરતા, તરતજ અરજી કરો. છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025 છે.
આ યોજનાનો હેતુ છે દેશના યુવાનોને દેશભરની ટોચની 500 કંપનીઓમાં પેઇડ ઇન્ટર્નશિપ આપવા માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવું. 1 લાખ યુવાનોને પસંદ કરવામાં આવશે અને તેઓને 12 મહિના સુધી ઇન્ટર્નશિપ કરવાની તક મળશે.
પાત્રતા અને લાયકાત શું છે?
ઉંમર: લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 24 વર્ષ
ઉમેદવાર કોઈ સંપૂર્ણ સમયની નોકરી કે નિયમિત અભ્યાસમાં હોવો ન જોઈએ
ઓનલાઈન કે ડિસ્ટન્સ લર્નિંગ કરતી વિદ્યાર્થીઓ પણ પાત્ર છે
સ્ટાઇપેન્ડ વિશે જાણો
કુલ રૂ. 5000 મહિને સ્ટાઇપેન્ડ
રૂ. 4500: કેન્દ્ર સરકાર દ્વારા
રૂ. 500: ઈન્ટર્નશિપ આપતી કંપની દ્વારા CSR ફંડમાંથી
આ રીતે કરો અરજી
સત્તાવાર વેબસાઈટ પર જાઓ: pminternship.mca.gov.in
રજિસ્ટર લિંક પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો
નોંધણી પછી લોગિન કરો અને ફોર્મમાં તમામ માહિતી દાખલ કરો
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
ફોર્મ સબમિટ કરો
શા માટે મહત્વપૂર્ણ છે આ યોજના?
આ યોજના માત્ર એક ઇન્ટર્નશિપ નહીં, પણ કારકિર્દી શરૂ કરવાની તક છે. દેશમાં ટોચની કંપનીઓમાં કામ કરવાની અનુભવ મેળવો અને આવતીકાલના માટે તૈયારી કરો. તમારું CV મજબૂત બનાવો અને જીવનમાં સફળતા માટેનો પહેલો પગથિયો રાખો.
જો તમે આત્મવિશ્વાસ અને નવી શરુઆત માટે તત્પર છો, તો આ તક ગુમાવશો નહીં. આજે જ રજીસ્ટ્રેશન કરો અને તમારા સપનાને વાસ્તવિક રૂપ આપો.