RR vs RCB RCBની લીલી જર્સી પાછળનો સંદેશ અને ટીમનો રેકોર્ડ: જાણો સંપૂર્ણ વિગત
RR vs RCB આઈપીએલ 2025ની મોસમ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) જ્યારે રાજસ્થાન રોયલ્સ સામે મેદાન પર ઉતરશે ત્યારે તેમની પરંપરાગત લાલ નહીં, પણ વિશિષ્ટ લીલી જર્સી પહેરેલી હશે. આમ RCBની ટીમ પોતાની “ગો ગ્રીન” પહેલ હેઠળ પર્યાવરણ માટે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપતી નજરે પડશે.
શા માટે RCB પહેરે છે લીલી જર્સી?
RCBની આ લીલી જર્સી “Go Green Initiative” નો ભાગ છે, જે દર વર્ષે એક મેચ માટે અપનાવવામાં આવે છે. આ પહેલનો હેતુ છે પર્યાવરણ સુરક્ષા અંગે જાગૃતિ લાવવી—જેમ કે વૃક્ષારોપણ, કચરો ઘટાડવો, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ વગેરે. RCBએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમનો કીટ સ્પોન્સર Puma 95% રિસાયકલ પોશાકમાંથી જર્સી બનાવે છે, જે ગુણવત્તા ગુમાવ્યા વગર ફરી ઉપયોગ કરી શકાય છે.
RETURN RECYCLE REPEAT: Our Commitment to Sustainability ♻️
All RCB jerseys are made of 95% textile and polyester waste, and can be recycled several times without losing quality, through Puma’s ReFibre Fabric.#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #RRvRCB pic.twitter.com/vZuhipipkP
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 13, 2025
લીલી જર્સીમાં RCBનો રેકોર્ડ
આ ખાસ કીટમાં, આરસીએબીનો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો નથી. ટીમે 2011 થી અત્યાર સુધી કુલ 14 લીલી જર્સી મેચો રમી છે. જેમાંથી માત્ર 4 મેચ જીતી છે, 9માં હાર મળી છે, અને 1 મેચ ટાઈ રહી હતી. આંકડા દર્શાવે છે કે લીલી જર્સી પહેરતી વખતે ટીમનો પ્રદર્શન સામાન્ય કરતા નબળું રહે છે.
કેમ વિરાટ કોહલીનો રેકોર્ડ છે અલગ?
ટીમના બાકીના પરફોર્મન્સની સામે, વિરાટ કોહલીનો વ્યક્તિગત રેકોર્ડ લીલી જર્સીમાં શાનદાર રહ્યો છે. તેણે 13 મેચમાં 33.92ની સરેરાશ અને 141.8ના સ્ટ્રાઈક રેટ સાથે કુલ 574 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તેણે આ કીટમાં 4 અડધી સદીઓ અને 1 શતક પણ નોંધાવ્યું છે.
RCBની લીલી જર્સી માત્ર એક રંગ નહિ, પણ એક સંદેશ છે—પર્યાવરણ માટે ઝૂકી રહેલા સંકલ્પનો. ભલે આ જર્સીમાં ટીમના પરિણામો સકારાત્મક ન રહ્યાં હોય, પણ સંદેશ ખૂબ જ મજબૂત અને જરૂરી છે. શું આ વખતે ટીમ આ શ્રાપ તોડશે? જવાબ મેદાન પર મળશે!