Crabs Use Seismic Signals for Love: અવાજ નહિ, ભૂકંપના તરંગોથી આકર્ષે છે સાથીને, કરચલાઓની અનોખી વાતચીત પદ્ધતિ
Crabs Use Seismic Signals for Love: પ્રકૃતિમાં પ્રાણીઓ પોતાના સાથીને આકર્ષવા માટે વિવિધ રીતો અપનાવે છે — કોઈ સુગંધ છોડે છે તો કોઈ રંગીન પાંખો ફેલાવી નાચ કરે છે. પરંતુ હાલમાં વૈજ્ઞાનિકોએ કરચલાઓની એવી અસામાન્ય રીત શોધી છે જે નવાઈ પમાડે એવી છે. દક્ષિણ યુરોપના નર કરચલાઓ પોતાના જીવનસાથીને આકર્ષવા માટે અવાજ નહીં પણ ભૂકંપના તરંગો જેવી ધરતીકંપી કંપન પેદા કરે છે.
વિજ્ઞાનીઓની નોંધપાત્ર શોધ
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ યુરોપિયન ફિડલર કરચલાઓ (અફ્રિકા ટેંગેરી) ઉપર અભ્યાસ કર્યો હતો, જે ઇબેરિયન દ્વીપકલ્પના કિનારા પર વસે છે. અહીંના વાતાવરણમાં મોજાં અને પવનના અવાજના કારણે સામાન્ય ધ્વનિ સંકેતો અસરકારક નથી હોતાં. એટલે નર કરચલાઓ જમીન પર ખાસ રીતથી પંજાઓ વડે પ્રહાર કરે છે અને ભૂગર્ભ કંપન પેદા કરે છે. આ કંપન માદા સુધી પહોંચે છે અને તે આ સંકેતોના આધારે નરનાં કદ, શક્તિ અને યોગ્યતાનું મૂલ્યાંકન કરે છે.
કેમ કરે છે એવું?
કરચલાઓ તેમના શરીરને ભૂમિની અંદર છોડી દે છે અને ખાસ અંગો વડે ધીમેધીમે સ્પંદનો પેદા કરે છે. જ્યારે માદા રસ બતાવે છે ત્યારે નર તેમનાં આ આલાપને વધુ જોરશોરથી ચાલુ રાખે છે. વૈજ્ઞાનિકોએ 8,000થી વધુ આ પ્રકારના સ્પંદનો રેકોર્ડ કર્યા છે.
ટેકનોલોજી અને નેચરનું મીલન
આ અભ્યાસમાં મશીન લર્નિંગ પણ જોડાયું છે. સંશોધકોએ કમ્પ્યુટરને આ સ્પંદનો ઓળખવાની ટ્રેનિંગ આપી અને આશ્ચર્યજનક રીતે તેમાં 70 ટકા સફળતા મળી. આનો અર્થ એ થયો કે માત્ર સ્પંદનના આધારે કરચલાઓની હાજરી અને તેમનું વર્તન જાણી શકાય છે.
આ શોધ એ તરફ ઈશારો કરે છે કે કુદરતમાં સંવાદની પદ્ધતિઓ કેટલી અદભુત અને અદ્વિતીય હોઈ શકે છે — જ્યાં અવાજ નહીં પણ ધરતીના હલનચલનથી પ્રેમના સંકેતો મોકલાય છે.